Western Times News

Latest News from Gujarat

વડગામથી બાઈક ચોરને દબોચતી ધનસુરા પોલીસ

અરવલ્લી જીલ્લાના વડગામથી એક બાઈકચોરને ધનસુરા પોલીસે દબોચી લીધાના અહેવાલ પ્રાપ્ત થયા છે. વધુ પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, ધનસુરા પોલીસ સબ ઇન્સ્પેકટર પી.ડી.રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો વડગામ આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે એક શંકાસ્પદ બાઈક ચાલક નંબર પ્લેટ વગરની પ્લેટીના લઈ જઈ રહ્યો હતો તેને અટકાવી માલિકી સંબંધે પુછપરછ પુછપરછ કરતા બાઈક ચાલક ગભરાઈને સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો.

તથા ચેચીસ નંબરના ભાગે ચેડાં કરી ભુંસવાનો પ્રયત્ન કર્યાનું બહાર આવ્યું હતું.. જેથી આ બાઈક સવાર જગદીશભાઈ લક્ષ્મણભાઈ કોટવાળ રહે. રાજપુર તા. ધનસુરા જી. અરવલ્લીને બાઈક સાથે કબજે લઈ આ ચોરીની બાઈકના ચેચીસ નંબરને પોકેટ કોપ (ઈ-ગુજકોપ) મોબાઇલ એપ્લિકેશન મારફતે બાઈકના એન્જિન નંબરના આધારે બાઈકનો રજીસ્ટ્રેશન નંબર. જી જે. ૦૬.એફ એચ. ૭૮૩૧. તથા માલિક ઈમરાનખાન દીલીપસિહ બલાવત રહે. નટવરનગર તા. સાવલી જી. વડોદરા નાએ ઉપર મુજબના નંબરવાળી બાઈક ચોરીની ફરિયાદ ભાદરવા પોલીસ મથકમાં ફસ્ર્ટ ગુના રજી. નં.. ૦૦૭૭/૨૦૧૫ થી નોંધાયેલ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. ઉપર મુજબના ચોરીના બાઈક સાથે ધનસુરા તાલુકાના બાઈકચોરને વધુ તપાસ તપાસ અર્થે કબજે લઈ ભાદરવા પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે.