Western Times News

Latest News from Gujarat

અમદાવાદમાં હોમ્સેલ્સ વધીને 1,176 યુનિટ્સ; Q2020 માં 1,451 યુનિટ્સનું રેકોર્ડ લોન્ચિંગ: નાઈટ ફ્રેન્ક ઈન્ડિયા 

હૈદરાબાદ અને બેંગ્લુરૂમાં ક્રમશઃ 4% YoY અને 3% YoY એવરેજ પ્રાઈસની વૃદ્ધિ જોવા મળી 

મુંબઈ,  ઈન્ટરનેશનલ પ્રોપર્ટી કન્સલ્ટન્સી, નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાએ આજે એક વિશેષ અહેવાલ રજૂ કર્યો – ઈન્ડિયા રીઅલ એસ્ટેટ અપડેટ (જુલાઈ – સપ્ટેમ્બર 2020) – જે Q3 2020 સમયગાળા માટે આઠ મોટા શહેરોમાં રહેણાંક અને ઓફિસના માર્કેટ પર્ફોર્મન્સનું વિશ્લેષણ કરે છે.

રિપોર્ટનો અંદાજ છે કે Q2 2020માં 9,632 ની તુલનામાં હોમ સેલ્સનું પ્રમાણ 2.5 ગણું વધીને Q3 2020માં 33,403 યુનિટ્સ પર પહોંચી ગયું છે. અગાઉના ત્રિમાસિક ગાળામાં 5584 યુનિટ્સની તુલનામાં ન્યૂ રેસિડેન્શિયલ યુનિટ લોન્ચ, Q3 2020માં 4.5 ગણું વધીને 31,106 યુનિટ્સ પર પહોંચી ગયું છે.

આઠમાંથી છ માર્કેટમાં Q3 2020માં વેઈટેડ એવરેજ પ્રાઈસિસ 3% -7% ની રેન્જમાં યર- ઓન- યર (Y-o-Y) રજીસ્ટર કરાયેલ છે. હૈદરાબાદ અને બેંગ્લુરુ એકમાત્ર એવા માર્કેટ્સ હતા, જેમાં ક્રમશઃ 4% અને 3% વાયઓવાયનું પ્રાઈસ ઈન્ક્રીમેન્ટ જોવા મળ્યું હતું, કારણકે આ પ્રી- ડોમેસ્ટિક એન્ડ- યૂઝર માર્કેટમાં ડેવલોપર્સે ફેવરેબલ ડિમાન્ડ- સપ્લાય સિનારિયોમાં સસ્ટેઈન્ડ પ્રાઈસિંગ પાવરને ટકાવી રાખેલ હતું.

ડેવલોપર્સે લોકડાઉનના સમયગાળા દરમિયાન ખરીદદારોને આકર્ષિત કરવા માટે નાણાકીય લાભો, ડિસ્કાઉન્ટ અને સરળ ચુકવણી વિકલ્પો શામેલ કરવા માટે તેમના માર્કેટિંગની પરાકાષ્ઠા પર નવીનતા સાથે, વેચાણ અગાઉના ત્રિમાસિક ગાળામાં Q3 2020માં વેચવાલીમાં વધારો થયો છે.

ડેવલોપર્સ કસ્ટમર્સ સાથે જોડાવા માટે આ સમયગાળા દરમિયાન ડિજિટલ પ્લેટફોર્મના એક્ટિવ યુસેજ દ્વારા બાયર ઈન્ટરેસ્ટને પણ પ્રાપ્ત કરવામાં સક્ષમ હતા. લોઅર હોમ લોન ઈન્ટરેસ્ટ પણ રેસિડેન્શિયલ સેલ્સમાં પિક-અપને ટેકો આપે છે.

લોકડાઉનના પહેલા ભાગમાં અનુભવાયેલ તીવ્ર લેબર ક્રંચ પણ સરળ થવા લાગ્યો, કારણ કે કામદારો રોજગારી મેળવવા મુખ્ય શહેરોમાં પાછા ફરવા લાગ્યા.નોર્માલિટીથી કન્સિડરેબલ ડિસ્ટન્સ હોવાં છત્તાં, રેસિડેન્શિયલ સેક્ટરે Q3 2020માં સુધારણાના સંકેતો દર્શાવવાનું શરૂ કર્યું છે.

સતત મહામારીને કારણે મોટા ભાગનું Q2 2020 (એપ્રિલ – જૂન) લોકડાઉન હેઠળ રહ્યું હોવાથી, સેલ્સ અને સપ્લાય બંનેના વોલ્યુમમાં આ ક્વાર્ટરમાં રેકોર્ડ લો લેવલ્સ જોવાં મળ્યું હતું. આમ, નિયમિત અવધિની તુલનામાં Q3 2020ના માર્કેટમાં થતા ફેરફારોને સમજવા માટે, નાઈટ ફ્રેન્ક ઇન્ડિયાએ પણ સેલ્સની દ્રષ્ટિએ Q3 2020ના પ્રભાવનું મૂલ્યાંકન કર્યું અને 2019ના ત્રિમાસિક સરેરાશ (પ્રી-કોવિડ સ્તર) ની શરૂઆત કરી.

Q3 2020 દરમિયાન સમીક્ષા હેઠળના ટોચના આઠ બજારોનું કુલ રહેણાંક વેચાણ, 2019ના ત્રિમાસિક સરેરાશના 54% પર પહોંચી ગયું છે. એ જ રીતે, Q3 2020માં રેસિડેન્શિયલ લોન્ચ, સુધરીને 2019ના ત્રિમાસિક સરેરાશના 56% થયું.

2019માં 62%ની સરખામણીમાં Q32020 દરમિયાન મુંબઈ, બેંગ્લુરુ અને એનસીઆરના ત્રિમાસિક વેચાણનો 56% ભાગ હતો, મુખ્યરૂપથી આ સમયગાળા માટે ટોટલ સેલ્સમાં બેંગ્લુરુની હિસ્સેદારીમાં ઘટાડાના કારણે થયું. કોલકાતા એકમાત્ર એવું માર્કેટ હતું જે પ્રી-કોવિડ લેવેલ્સની તુલનામાં વેચાણ અને નવા લોન્ચ સાથે બંને પરિમાણોમાં 2019ના ત્રિમાસિક સરેરાશયને ક્રમશઃ 137% અને 139% સુધી વધી રહ્યું હતું, કે જે લો બેઝ પર હતું.

જ્યારે વર્ષ અગાઉના સમયની તુલનામાં ઈન્વેન્ટરીની એવરેજ એજ વર્ષ અગાઉના 16.2 ત્રિમાસિકની યુલનમાં Q3 2020માં 16,9 ત્રિમાસિક રહી, ડેવલોપર્સે જૂના સ્ટોકને સાફ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, માર્કેટને Q3 2020માં અનસોલ્ડ ઈન્વેન્ટરીના સ્તરને 0.44 એમએન યુનિટ્સ ઘટાડવામાં મદદ કરી છે, 1% એક વર્ષ કરતા પણ ઓછા સમય અગાઉ.