Western Times News

Latest News from Gujarat

ગળતેશ્વર તાલુકાના હડમતીયા પાસે બાલાસિનોરથી આવતા ટેમ્પાનો અકસ્માત, બાઈક ચાલક નું મોત

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકના હડમતીયા ચોકડી પાસે બાલાસિનોર તરફથી આવતા ટેમ્પાનું ટાયર ફાટતા ડ્રાઈવરે ગાડી પર કાબુ ગુમાવતા બાઇકચાલકને અડફેટે લેતા બાઈકચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ બાઇક ચાલક પંચમહાલ જિલ્લા ના ગોઠડા ગામના જ્યંતીભાઈ જેઠાભાઈ પટેલ, હોવાનું જાણવા મળ્યું છે. ટેમ્પામાં અન્ય સવાર થયેલાને નાની મોટી ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગળતેશ્વર તાલુકાના હડમતીયા ખાતે આજ રોજ બાલાસિનોર તરફથી આવતી ખાઇસર ટેમ્પો નંબર જીજે ૬-ડબ્લ્યુ-૬૮૧૨ સેવાલિયા તરફ આવી રહ્યો હતો,

તે દરમિયાન ટેમ્પા આગળનું ટાયર અચાનક ફાટતા સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા વચ્ચે આવતા એક બાઈક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યા હતા, ગ્રામજનોના જણાવ્યા અનુસાર બપોરના સમયે બાલાસિનોર તરફથી આવતા ટેમ્પાનું આગળનું ટાયર ફાટતા બાઇક ચાલકને અડફેટે લઈ પ્રાથમિક શાળા હડમતિયા માં ઘૂસી ગઈ હતી.જોકે કોરોના મહામારીના લીધે સ્કૂલ બંધ હોવાથી વધારે જાનહાની થતા અટકી હતી. બાઇક ચાલક નંબર જીજે- ૦૭-બી.એસ- ૪૪૦૨ ચાલક બાલાસિનોર થી સેવાલીયા તરફ આવી રહ્યા હતા તે દરમિયાન કાળમુખો ટ્રક આવી જતા કાળનો ભોગ બન્યા હતા.મૃતક જયંતીભાઈ જેઠાભાઈ પટેલ રહે. એ-૫, ન્યુ ગાયત્રી સોસાયટી, બાલાસિનોર ગોઠડા ખાતે શિક્ષકની ફરજ બજાવતા હતા.