Western Times News

Gujarati News

વેક્સિન ડેવલપમેન્ટમાં ઘણો સમય લાગે છે : હર્ષવર્ધન

નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનને રવિવારે જણાવ્યું કે, ભારત સરકાર કોરોનાની રસીને લઈને કોઈ ખોટી જાહેરાત નથી કરી રહ્યું. તેઓ સંડે સંવાદ કાર્યક્રમમાં એક સવાલનો જવાબ આપી રહ્યા હતા. કેન્દ્રીય મંત્રીને પૂછવામાં આવ્યું હતું કે વેક્સીનને લઈને પહેલા સરકારે ૧૫ ઓગસ્ટની તારીખ આપી, પછી કહ્યું કે ૨૦૨૦ના અંતમાં આવશે. શું સરકાર માત્ર લોકોને લલચાવવા માટે આવી જાહેરાત કરે છે? હર્ષવર્ધને કહ્યું કે વેક્સીન ડેવલપમેન્ટમાં ઘણો સમય લાગે છે. તેમણે સ્પષ્ટતા કરી કે વેક્સીનની ઉપલબ્ધતાને લઈને કોઈ સત્તાવાર તારીખ આપવામાં આવી નથી. એક અન્ય શખ્સે સવાલ કર્યો કે શું સરકાર કોરોનાની રસી લગાવવા માટેની મજબૂરી ઉભી કરીને બિલ ગેટ્‌સનો એજન્ડા વધારી રહી છે?

આ શખ્સે સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના બિલ ગેટ્‌સ ફાઉન્ડેશન સાથે ટાઈઅપ કરવા મુદ્દે સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે આપણા ત્યાં મૃત્યુ-દર આટલો ઓછો છે તો શું સરકારને ખરેખર વેક્સીનની જરુર છે કે તે માત્ર બિલ ગેટ્‌સનો એજન્ડા વધારી રહી છે? તેમણે કહ્યું કે આ જ કારણે માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરમાં સરકારી અને ખાનગી સમજૂતી થઈ છે જેથી વેક્સીન જલદી મળી શકે. આ કાર્યક્રમમાં હર્ષવર્ધનને પૂછવામાં આવ્યું કે કોઈ વેક્સીન અપ્રુવ જ નથી થઈ તો તૈયારીઓ શા માટે કરવામાં આવી રહી છે? શું આવું માત્ર લોકોમાં ખોટી આશા ઉભી કરવા માટે થઈ રહ્યું છે?

જેના પર હર્ષવર્ધનને કહ્યું કે, એવી સંભાવના છે કે વેક્સીન ચોક્કસ પ્રમાણમાં સપ્લાય થશે. તેમણે કહ્યું કે ભારત જેવા મોટા દેશમાં પ્રાથમિકતાના આધારે રસીકરણની તૈયારી કરવી જરુરી છે, નહીં કે એક લાઈનથી સૌને રસી આપવામાં આવે. હર્ષવર્ધને કહ્યું કે કોલ્ડ ચેન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી અન્ય બાબતો એટલા માટે સુનિશ્ચિત કરવામાં આવી રહી છે કે જેથી ત્યારે જરુરિયાત પડે તો કોઈ તકલીફ ના પડે. કેન્દ્રીય મંત્રીને એવો પણ સવાલ કરવામાં આવ્યો કે શું તેમના (ડૉ. હર્ષવર્ધન) સંસદીય ક્ષેત્રના લોકોને વેક્સીન માટે પ્રાથમિકતા અપાશે? જેના પર તેમણે કહ્યું કે તેઓ દેશના સ્વાસ્થ્ય મંત્રી છે. હર્ષવર્ધને કહ્યું, જ્યારે સ્વાસ્થ્યનો સવાલ હો તો હું સ્પષ્ટતા કરી દઉં કે સરકાર તેના માટે એક પારદર્શી નીતિ બનાવી રહી છે. તેમણે કહ્યું, જેમને વેક્સીનની જરુરિયાત પહેલા હશે, તેમને વેક્સીન પહેલા આપવામાં આવશે પછી તે મારા સંસદીય ક્ષેત્રના હોય કે ના હોય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.