Western Times News

Gujarati News

કોરોનામાં એન્ટિબોયોટિક્સનો વધારે પડતો ઉપયોગ ખતરનાક

વડોદરા: એન્ટિબાયોટિક્સનો વધુ પડતો ઉપયોગ ભવિષ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. વડોદરાની ગોત્રી હોસ્પિટલના એડિનિસ્ટ્રેટિવ નોડલ ઓફિસર ડો. શીતલ મિસ્ત્રીએ ચેતવણી આપતા કહ્યું કે એન્ટિબાયોટિક્સ બેક્ટેરિયા મારવાની દવા છે તેની વાયરસ પર કોઈ અસર થથી નથી.

તેમણે જણાવ્યું કે બીજા વિશ્વયુદ્ધ પછી પેનીસીલીન એન્ટિબાયોટિક્સના આવિષ્કાર બાદ ૧૯૪૦થી ૧૯૭૦નો સમય એન્ટિબાયોટિક્સના સંશોધન માટે સુવર્ણકાળ હતો. તે દરમિયાન અલગ અલગ પ્રકારની તમામ એન્ટિબાયોટિક્સની શોધ થઈ હતી.

સમય જતા બેક્ટેરિયામાં કુદરતી રીતે સંપ્રાપ્તી થતા એન્ટિબોયોટિક વિરુદ્ધમાં પ્રતિકાર ઉત્પન્ન થવા માંડ્યો હતો. જેના લીધે ઘણા બેક્ટેરિયા પર એન્ટિબાયોટિકની અસર સમાપ્ત થવા લાગી. એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સના લીધી હેલ્થ ફોર ઓલના લક્ષ્યને હાંસલ કરવામાં તબીબી વિજ્ઞાન નિષ્ફળ ગયું છે.

૨૦૧૧માં ડબલ્યુએચઓએ ખાસ એન્ટિબાયોટિક્સ સંરક્ષણ નીતિ બનાવી છે. એન્ટિબાયોટિક્સ રેઝિસ્ટન્સ ઉત્પન્ન થવાના મુખ્ય કારણોમાં બેક્ટેરિયા પોતાના કોષની દિવાલ જાડી કરી નાખે છે. પોતાના જિન્સમાં ફેરફાર કરી નાખે છે. પ્રોટિન્સમાં ફેરફાર કરે છે અથવા એન્ટિબાયોટિક્સને પચાવી શકે

તેવા કેમિકલ ઉત્પન્ન કરે છે. એન્ટિબાયોટિક્સનો બેફામ ઉપયોગ પોલ્ટ્રી ફાર્મામાં મરઘાના વજન વધારવા અથવા એક્વાકલ્ચરમાં માછળી અને ઝીંગાના રોગ દૂર કરવા અથવા બીફ અને પોર્કમાં વધુ આવક મેળવવા એનીમલ હસબન્ડરી તથા ખેતીમાં વધુ આવક મેળવવા માટે થાય છે.

દુનિયાભરમાં કોવિડ ૧૯ના દર્દીઓ પૈકી ૭૧ લોકોમાં એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ તેમાંથી ફક્ત ૮ ટકા લોકોમાં બેક્ટેરિયાનું સંક્રમણ જણાયું છે. આમ કોવિડ ૧૯ જેવી વાયરસજન્ય બીમારી માટે એન્ટિબાયોટિક્સનો વધુ પડતો ઉપયોગ ભયંકર પરિણામ આપી શકે છે. જેનાથી એન્ટિબાયોટિક્સ રેઝિસ્ટન્ટ ધરાવતી સ્ટ્રેઇન ઉભી થવાનો ખતરો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.