Western Times News

Gujarati News

પત્નીના આતંકથી ડરીને પતિ અને પરિવાર રુમમાં પુરાયા

Files Phto

અમદાવાદ: નારણપુરામાં એક પુત્રવધૂ સાસુને વાળથી ખેંચી લાવીને બહાર લાવી અને ધક્કો માર્યો હતો. સાસુને છોડાવવા વચ્ચે પડેલા સસરાને પણ પુત્રવધૂએ ધક્કો માર્યો હતો. પતિના હાથ પર બચકું ભર્યું હતું. વહુના આતંકથી ડરી ગયેલા સાસુ-સસરા અને પતિ ઘરના એક રૂમમાં પુરાઈ ગયા અને ત્યાંથી પોલીસને ફોન કર્યો હતો.

પોલીસ ત્યાં આવી પહોંચતા તેઓ રૂમમાંથી બહાર નીકળ્યા હતા. આ દરમિયાન વહુએ ઘરમાં સામાનની તોડફોડ કરી હતી. ઘટના બાદ બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે. પતિએ પત્ની સામે જ્યારે પત્નીએ પતિ અને સાસુ-સસરા સામે ફરિયાદ કરી છે. ઘટનાની વિગતે વાત કરીએ તો, નારણપુરાના એક ફ્લેટમાં યુવક તેની પત્ની, માતા-પિતા અને એક વર્ષની દીકરી સાથે રહે છે. અંકિતે (નામ બદલ્યું છે) સીમા (નામ બદલ્યું છે) નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા.

જો કે, બંને વચ્ચે લગ્નબાદ મનમેળ ના થતાં એક વર્ષ પહેલા સીમાએ સાસુ-સસરા સામે પોલીસ ફરિયાદ કરી હતી. જેને લઈને તેમની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. સીમાના સાસુ-સસરા બહાર રહેવા જવાના હોવાથી બે દિવસ પહેલા તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. દરમિયાન, સાસુ-સસરા પોતાના રૂમમાં બેઠા હતા

ત્યારે સીમાએ તેમના રૂમમાં જઈને બબાલ શરૂ કરી હતી. અંકિતે સીમાને રોકવાનો પ્રયાસ કર્યો છતાં ગાળો બોલીને તે સાસુને વાળથી પકડીને રૂમની બહાર ખેંચી લાવી હતી. આટલું જ નહીં તેમની સાથે મારઝૂડ પણ કરી હતી.

માર મારવાના લીધે અંકિતના માતાને હાથમાં ઈજા પણ થઈ છે. દરમિયાન અંકિત અને તેના પિતા સાસુને બચાવવા વચ્ચે પડ્યા તો સીમાએ તેમને પણ ના છોડ્યા. સસરાને ધક્કો મારીને નીચે પાડ્યા જ્યારે અંકિતના હાથ પર બચકું ભરી લીધું હતું. વહુનું આ સ્વરૂપ જોઈને ભયભીત થયેલા અંકિત અને તેના માતા-પિતા એક રૂમમાં પુરાઈ ગયા હતા.

જેથી સીમાએ ડ્રોઈંગ રૂમમાં તોડફોડ શરૂ કરી હતી. આ દરમિયાન રૂમમાંથી તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસ આવ્યા બાદ જ માતા-પિતા અને દીકરો રૂમમાંથી બહાર આવ્યા હતા. અંકિતે આ ઘટના અંગે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો બીજી બાજુ સીમાએ પણ અંકિત અને તેના માતા-પિતા સામે ફરિયાદ કરી છે. સીમાએ પોતાની ફરિયાદમાં કહ્યું, “અંકિતના માતા-પિતાએ તેને મને ઘરમાંથી કાઢી મૂકવાનું કહ્યું હતું અને જો તે આમ નહીં કરે તો તેઓ બહાર રહેવા જશે તેમ કીધું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.