Western Times News

Gujarati News

તા. ૧૭ ઓક્ટોબર શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ લંડનના ટ્રફાલ્ગર સ્કેવર ઉપર પ્રવચન આપ્યું તેને ૫૦ વર્ષ પૂર્ણ થશે

કુમકુમ મંદિર દ્રારા તેની ઓનલાઈન ઉજવણી કરવામાં આવશે.

તા. ૧૭ ઓક્ટોબરને શનિવાર ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્વારા સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી તા. ૧૭ ઓક્ટોબર ને શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ
લંડનના ટ્રફાલ્ગર સ્કેવર ઉપર પ્રવચન આપીને ભારતીય સંસ્કૃતિનો નાદ સારાય વિશ્વમાં ગુંજતો કર્યો હતો તેને ૫૦ વર્ષ પૂર્ણ થતાં હોવાથી ઓનલાઈન સત્સંગ સભા યોજાશે.જેમાં શ્રી મુકતજીવન સ્વામીબાપાએ લંડન પધારી જે જે કાર્યો કર્યા છે તે ઉપર ઉદ્બોધન કરવામાં આવશે અને પ્રેઝન્ટેશન દર્શાવવામાં આવશે.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, વિશ્વની અનેક સંસ્કૃતિઓ પાંગરી છે અને પછી પાછી કડડભૂસ થઈને વિલીન થઈ ગઈ છે. જ્યારે ભારતીય સંસ્કૃતિ ઉપર તો સદીઓથી પ્રહારો થાય છે છતાંય તે આજે સારાય વિશ્વમાં ફેલાયેલી છે. તેનું શું કારણ છે ? તો, ભારતની ધરતી ઉપર આ ધરતી પર પ્રગટેલા યુગપુરુષો……

લંડનની ભૂમિ ઉપર આજથી ૫૦ વર્ષ પૂર્વે સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી શ્રી મુક્તજીવન સ્વામીબાપા પધાર્યા અને લંડનના ટ્રફાલ્ગર સ્કેવર ઉપર તા. ૧૭- ૧૦ -૧૯૭૦ના દિને અંગ્રેજીમાં પ્રવચન આપી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિજય ધ્વજ લહેરાવ્યો હતો. તેમણે સભામાં ઉપસ્થિત આંગ્લ પ્રજાને સંબોધતા કહ્યું હતું કે,

* આપણે બધા ભગવાનના સંતાનો છીએ. અહીં પરદેશમાં અમે આ ભાઈચારાનો સંદેશો લઈને આવ્યા છીએ.વધારે પડતી ભૌતિકતા આપણા આત્માની ઉન્નતિ અવરોધે છે. તેથી દરરોજ ભગવાનના સ્વરુપનું મનન કરો પાંચ – દસ મિનિટ થી શરું કરી વધુ ને વધુ કરતાં જાવ. ભગવાનને ત્યાં કોઈ નાનું કે મોટું નથી.સૌ કોઈ તેમને પામી શકે છે. ભગવાન સર્વત્ર વ્યાપેલા છે એમની ઈચ્છા વિના તણખલું પણ હલી શકવાને શક્તિમાન થઈ શકતું નથી. એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ આપ સૌ કોઈની ઉપર ઉતરે અને તમો સૌ આલોક – પરલોકમાં સુખી થાવ.”

આ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્વામિનારાયણ સંપ્રદાયનો તથા હિન્દુ ધર્મનો પ્રચારને પસાર કરવા માટે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોમાંથી સૌ પ્રથમ વખત ઈ.સ. ૧૯૪૮ માં પોતાના પ્રથમ પટ્ટશિષ્ય શ્રી
આનંદપ્રિયદાસજી સ્વામીને લઈને આફ્રિકા પધાર્યા હતા અને ત્યાં હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર ને પ્રસાર કર્યો છે.

ત્યારબાદ તેઓ તા. ૧ – ૧૦ – ૧૯૭૦ ના રોજ સૌ પ્રથમ વખત લંડન પધાર્યા હતા અને તેઓએ યુરોપની ધરતી ઉપર એક – બે નહી પરંતુ પોતાની સાથે ૩૧- ૩૧ સંતોને લઈને લંડન પધાર્યા અને દારૂ, માંસ, વ્યભિચાર આદિ દૂષણોથી યુક્ત પ્રજાને ખરડાયેલી પ્રજાને જ્ઞાન – દાને મુક્તિ આપી હતી. જેમ સ્વામી વિવેકાનંદજીએ અમેરિકાના શિકાગોમાં મળેલ વિશ્વ ધર્મ પરિષદમાં ૧૧મી સપ્ટેમ્બર ઈ.સ. ૧૮૯૩નાં રોજ  ઐતિહાસિક પ્રવચન આપ્યું હતું અને સારાય અમેરીકામાં અને વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો હતો.

તા. ૧૭ – ૧૦ – ર૦ર૦ ને શનિવારના રોજ શ્રી મુક્તજીવન સ્વામીબાપા લંડન પધાર્યા તેને ૫૦ વર્ષ પૂર્ણ થશે.આવા, વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો જયજયકાર કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાના ચરણોમાં આપણે કોટી કોટી વંદન કરીએ અને આ અવસરે તેમને યાદ કરીએ અને તેમના જીવનમાંથી તેમણે આપેલ સંદેશા પ્રમાણે આપણું જીવન ઉર્ધ્વગામી બનાવીએ.

શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ લંડનના ટ્રફાલ્ગર સ્કેવર ઉપર તા. ૧૭ – ૧૦ -૧૯૭૦ના દિને પ્રવચન આપ્યું તેની ૫૦ જયંતીની ઉજવણી ના ભાગરુપ લંડન ખાતેના સ્ટેનમોર વિસ્તારમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ ખાતે અને અમદાવાદમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે ધૂન,ભજન,કીર્તન,સત્સંગ કરવામાં આવશે.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.