Western Times News

Gujarati News

દહેગામના ત્રણ યુવકો કારમાં ૮ બોટલ ભરી રાજસ્થાનથી આવી રહ્યા હતા : અરવલ્લી LCBએ દબોચ્યા

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગુજરાતમાં દારૂબંધી હોવાથી વિદેશી દારૂ પીનાર શોખીનો શામળાજી રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાનમાં આવેલી હોટલો અને દારૂના ઠેકા પર પહોંચી દારૂની મહેફિલ જમાવી પરત ફરતા હોય છે. રાજાપાઠમાં અનેક લોકો અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની અડફેટે ચઢતા હોવાથી જેલની હવા ખાવાનો વારો આવે છે.

રાજસ્થાનમાં ગુજરાત કરતા અડધી કિંમતે વિદેશી દારૂ મળતો હોવાથી દારૂના શોખીનો પરત ફરતી વખતે થોડી ગણી બોટલ વાહનમાં સંતાડીને લઇ આવતા હોવાની વાત જગ જાહેર છે.અરવલ્લી એલસીબી પોલીસે ત્રણ યુવકોને વિદેશી દારૂ અને બિયરના નંગ-૮ સાથે મોડાસાના કુડોલ ચાર રસ્તા પરથી દબોચી લેતા ત્રણે યુવકોનો દારૂનો નશો ગણતરીની સેકંડમાં ઉતરી ગયો હતો પોલીસે ત્રણે શખ્શો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અરવલ્લી એલસીબી પીઆઇ આર કે પરમાર અને તેમની ટીમ  દારૂની હેરાફેરી અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે સતત વિદેશી દારૂની હેરાફેરીનો નાના-મોટા વાહનો મારફતે થતી હેરાફેરીનો પર્દાફાશ કરી રહી છે એલસીબી ટીમે મોડાસા તાલુકાના કુડોલ ચાર રસ્તા પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા શણગાલ તરફથી આવતી સ્વિફ્ટ કાર (ગાડી.નં-GJ 18 BH 6821)ને અટકાવી તલાસી લેતા સ્વીફ્ટ કારમાં સંતાડી રાખેલ વિદેશી દારૂ-બિયર બોટલ નંગ-૮ કીં.રૂ.૫૩૦૦/- ના જથ્થા સાથે કાર ચાલક

૧)વિશાલ અમરતભાઈ પંચાલ (રહે,અનુરાધા સોસાયટી વિભાગ-૧, દહેગામ),૨)કપીલ રવિભાઈ ભીમાણી (રહે,ઓધવનગર કંપા, દહેગામ) અને ૩) જીગર જ્યંતિભાઈ પટેલ (રહે,લક્ષ્મીપુરા કંપા, દહેગામ) ને ઝડપી પાડી સ્વીફ્ટ કાર,મોબાઈલ મળી કુલ.રૂ.૨૧૨૩૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી દહેગામના ત્રણે યુવકો વિદેશી દારૂ અને બિયર પીવા માટે લઈ જતા હોવાની માહિતી પોલીસસુત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.