Western Times News

Gujarati News

અકસ્માતના પગલે અંકલેશ્વર તરફ ૭ કિલો મીટર સુધીનો ટ્રાફિકજામ

ભરૂચની નર્મદા ચોકડીના ઓવરબ્રિજ પર સળિયા ભરેલ ટ્રક સાથે અન્ય ટ્રક ભટકાતા ચાલક ફસાયો-નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર અંકલેશ્વર નજીક પણ અકસ્માત સર્જાયો હતો.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લા માં નેશનલ હાઈવે ૪૮ ઉપર સતત ટ્રાફિકજામને લઈ વાહન ચાલકોની હાલત કફોડી બની છે.તો બીજી બાજુ ગતરોજ ભરૂચની નર્મદા ચોકડી ઓવરબ્રિજ અને અંકલેશ્વર માં હાઈવે ઉપર અકસ્માત સર્જાતા અંકલેશ્વર તરફ સાત કિલો મીટર સુધી ટ્રાફિકજામની સમસ્યાનું નિર્માણ થયું હતું અને અકસ્માતમાં ઈજાગ્રસ્તોને રેસ્ક્યુ કરી બહાર કાઢી સારવાર માટે ભરૂચ – અંકલેશ્વરની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચની નર્મદા ચોકડી ઓવરબ્રિજ ઉપર ગતરોજ સળિયા ભરેલા ટ્રક સાથે ડમ્પર અથડાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં બંને વાહનોની કેબીન નું કચુંબર થઈ જતા કેબીન માં ફસાયેલા ચાલકો અને કલીનરોને ગંભીર ઈજાઓ થઈ હતી.

જે ઈજાગ્રસ્તોને ૧૦૮ ની ટીમે રેક્સ્યુ કરી બહાર કાઢી સારવાર અર્થે ભરૂચ ની સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતના પગલે ભરૂચમાં ઓવરબ્રિજ ઉપર સતત ટ્રાફિકજામની સમસ્યાનું નિર્માણ થયું હતું.જોકે ઓવરબ્રિજ ઉપર ટ્રાફિકજામના કારણે ભારે વાહનો રોંગ સાઈટ થી હંકારી રહ્યા હોવાના કારણે અકસ્માતોની વણઝારો થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.

તો અંકલેશ્વર તરફ નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર પણ કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બંને વાહનોની કેબીનોનો કચધાણ થવાના કારણે અંદર રહેલા ચાલક અને ક્લીનરને ગંભીર ઈજાઓ થઈ હતી.જેમાં કેબીનો માં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની ફરજ પડી હતી.અકસ્માતના પગલે અંકલેશ્વર તરફ સાત કિલોમીટર દુર સુધી ટ્રાફિકજામની સમસ્યાનું નિર્માણ થયું હતું.તપ બંને અકસ્માત અંગેની જાણ પોલીસને થતા ધટના સ્થળે દોડી આવી અકસ્માત સર્જાયેલા વાહનોને રોડની સાઈટ ઉપર ખસેડી વાહન વ્યવહારને રાબેતા મુજબ કરવાની કામગીરી હાથધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.