Western Times News

Gujarati News

નવરાત્રિ ગરબા આયોજન અંગે કેટલીક વધુ સ્પષ્ટતા કરવાની કે જિલ્લામાં જાહેર કે શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં

કલેકટરશ્રી આઇ.કે.પટેલ માત્ર માતાજીની મૂર્તિ કે ગરબી સ્થાપન કરીને પૂજા આરતી વધુમાં વધુ ૨૦૦ વ્યક્તિઓની ઉપસ્થિતિમાં અને સોશ્યલ ડિસ્ટનર્સિંગ સહિતની એસ ઓ પીના પાલન સાથે કરી શકાશે…

 ખેડા જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલએ આજે આગામી સમયમાં આવનાર ધાર્મિક સામાજીક ઉત્સવો અને પ્રસંગોને ધ્યાને લઇને એક પત્રકાર પરીષદ જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજી હતી . આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલ દ્વારા કેન્દ્ર / રાજય સરકાર દ્વારા આપવામાં આવેલ કોવિડ -૧૯ ની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હતું અને માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સ ઉપર ભાર મૂકયો હતો . તેઓશ્રીએ જણાવ્યું હતું કે , નવરાત્રિ ગરબા આયોજન અંગે કેટલીક વધુ સ્પષ્ટતા કરવાની જરૂરીયાત હતી . જે મુજબ જિલ્લામાં જાહેર કે શેરી ગરબા સહિત કોઇપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં . જો કોઇ આયોજકો આ અંગે આયોજન કરવામાં ઇચ્છતા હોય તો તેઓએ આ અંગે અગાઉથી જિલ્લા કલેકટરશ્રીની સંમતિ લેવી પડશે તેમજ કોવિડ -૧૯ ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે .

નવરાત્રિ દરમ્યાન માત્ર માતાજીની મૂર્તિ કે ગરબી સ્થાપન કરીને પૂજા આરતી વધુમાં વધુ ૨૦૦ વ્યકિતઓની ઉપસ્થિતિમાં અને સોશ્યલ ડિસ્ટન્સ સહિતની એસ . ઓ . પીના પાલન સાથે કરી શકાશે . તે સિવાય કોઈ ગરબાના આયોજન કરી શકાશે નહીં . માત્ર માતાજીની આરતી પૂજા જ કરી શકાશે , પ્રસાદ વિતરણ પણ નહિ કરી શકાય . જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે , આ અંગે નવરાત્રિના ગરબા- દશેરા – દિવાળી – બેસતા વર્ષ નૂતન વર્ષ સ્નેહમિલનના શરદ પૂનમના તહેવારોની ઉજવણી સંદર્ભે રાજ્ય સરકારે બહાર પાડી માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડિ છે તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે . રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિ તેમજ જાહેર આરોગ્ય સુખાકારીના સંદર્ભમાં રાજ્ય સરકારે આગામી તહેવારો ઉત્સવોની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર કરી છે . રાજ્ય સરકારની આ માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ આગામી ૧૬ મી ઓક્ટોબર 2020 થી કરવાનો રહેશે .

આ નિર્ણય અનુસાર નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહીં . ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ નહીં કરી શકાય . ૨૦૦ થી વધુ વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે નહીં તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે . આ માટે સ્થાનિક વહીવટી તંત્ર ની મંજુરી લેવી આવશ્યક રહેશે . તમામ એસ ઓ પી નું પાલન અવશ્ય કરવાનું રહેશે . કન્ટેન્ટમેન્ટ ઝૉન સિવાયના વિસ્તારોમાં સામાજિક , શૈક્ષણિક રમત ગમત , મનોરંજન , સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ , ધાર્મિક સમારોહના આયોજનમાં પણ કેટલીક ચોક્સ શરતોને આધીન પરવાનગી અપાશે . તદનુસાર છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને તે માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે . સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે . થર્મલ સ્કેનર , સેનીટાઇઝર સાથે ઓકસી મીટરની સુવિધા તેમજ સ્ટેજ , માઇક , ખુરશીને સમયાંતરે સેનીટાઇઝ કરવાના રહેશે .

હેન્ડવોશ , સેનીટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે . સમારંભ દરમિયાન ચૂકવા તેમજ પાન – મસાલા ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે . ૬૫ થી વધુ વયના વયસ્ક નાગરિકો , ૧૦ વર્ષથી નીચેની વયના બાળકો , સગર્ભા માતાઓ તેમ જ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે તે હિતાવહ છે . જો આવા સમારંભો હોલ , હોટલ , બેક્વેટ હોલ , ઓડિટોરિયમ , જ્ઞાતિ સમાજોની લગ્નવાડી , ટાઉન હોલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળ ની કેપેસિટી ના 50 ટકા કે વધુમાં વધુ ૨૦૦ વ્યક્તિની મર્યાદામાં યોજી શકાશે . લગ્ન – સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં ૧૦૦ વ્યક્તિઓ ભાગ લઇ શકશે .

મૃત્યુ બાદની અંતિમ ક્રિયા – ધાર્મિક વિધિમાં મહત્તમ ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે . દુર્ગાપૂજા , દશેરા , દિવાળી , બેસતા વર્ષ નૂતન વર્ષના સ્નેહમિલન , ભાઈ બીજ શરદ પૂર્ણિમા જેવા ઉત્સવો – પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવા સલાહભર્યું છે . આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી આવશ્યક છે . મેળા , રેલી , પ્રદર્શનો , રાવણ દહન , રામલીલા , શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતાં હોય તેના પર પ્રતિબંધ રહેશે .

આ સૂચનાઓના ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ સંચાલક – આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે . તમામ કાર્યક્રમો દરમિયાન તબીબી સુવિધાઓ ત્વરાએ ઉપલબ્ધ થાય તેનો જરૂરી પ્રબંધ પણ કરવાનો રહેશે . તે સિવાય કોઈ ગરબાના આયોજન કરી શકાશે નહી માત્ર માતાજીની આરતી પૂજા જ કરી શકાશે પ્રસાદ વિતરણ પણ નહિ કરી શકાય . આ પત્રકાર પરીષદમાં નિવાસી અધિક કલેકટરશ્રી રમેશ મેરજા , નાયબ માહિતી નિયામકશ્રી ઇલાબેન વ્યાસ ,  દિવ્યેશ આચાર્ય તથા મોટી સંખ્યામાં પત્રકારમિત્રો ઉપસ્થિત રહયા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.