Western Times News

Gujarati News

સરકારી કર્મચારીઓને રજાઓના બદલે કૈશ મળશે : નાણાંમંત્રી

નવીદિલ્હી: કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે નાણાં મંત્રીએ કહ્યું કે એલટીસી વાઉચર સ્ક્રીમમાં સરકારી કર્મચારીઓ રજાના બદલે વાઉચર લઇ શકશે આ વાઉચરનો ઉપયોગ ફકત એવિ બિન ખાદ્ય સામગ્રી ખરીદવા માટે કરવામાં આવી શકશે જેના પર જીએસટી લાગે છે.

નાણાં મંત્રીએ કહ્યું કે એલટીસી કૈશ વાઉચ સ્કીમ હેઠળ સરકારી કર્મચારીઓ રજાઓ માટે રકડ રકમનો વિકલ્પ પસંદ કરી શકશે તેમણે કહ્યું કે માંગને પ્રોત્સાહન માટે ખર્ચ માટે અગ્રિમમાં રકમ આપવામાં આવશે અને વિશેષ તહેવાર અગ્રિમ યોજના શરૂ કરવામાં આવશે એ યાદ રહે કે પ્રત્યેક ચાર વર્ષમાં સરકાર પોતાના કર્મચારીઓને તેમની પસંદના કોઇ સ્થળની યાત્રા માટે એલટીસી આપે છે આ ઉપરાંત એક એલટીસી તેમને તેમના ગૃહ રાજયની યાત્રા માટે આપવામાં આવે છે.

માનવામાં આવે છે કે સરકારી કર્મચારીઓ માટે આ સ્કીમનો લાભ બજારને મળશે.તેનાથી ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી ૩૬,૦૦૦ કરોડ રૂપિયા સુધી કંઝયુમર ડિમાંડ આવી શકસે છે આ સ્કીમનો લાભ કેન્દ્રના કર્મચારીઓની સાથે સાથે રાજય સરકારો અને પબ્લિક સેકટરની કંપનીઓના કર્મચારીઓને પણ મળશે

નાણાં મંત્રીએ કહ્યું કે એ રીતના સંકેત છે કે સરકારી અને સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને સેવિંગ્સ વધારી છે પરંતુ અમને એવાલોકોથી માંગમાં વૃધ્ધિની આશા કરી રહ્યાં છે જેથી નુકસાન વાળા વિસ્તારોને પણ લાભ મળે નાણાં મંત્રીએ સાથે જ કહ્યું કે સરકારી કર્મચારીઓને એલટીસીમાં ટિકીટ ભાડાના વળતરમાં રોકડ કરશે નિર્મલાએ કહ્યું કે એલટીસી માટે રોકડ પર સરકારનો ખર્ચ ૫,૬૭૫ કરોડ રૂપિયા હશે આ ઉપરાંત જાહેર ઉપક્રમો અને બેંકોને ૧,૯૦૦ કરોડ રૂપિયા આપવામાં આવશે

કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ માટે સ્પેશલ ફેસ્ટિવલ સ્કીમની જાહેરાત કરી છે આ હેઠળ તમામ કર્મચારીઓને ૧૦ હજાર રૂપિયા આપવામાં આવશે આ ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી ખર્ચ કરવાના રહેશે આ ઇટ્રેસ્ટ ફ્રી એડવાંસ છે તેને ૧૦ હપ્તામાં પાછા કરી શકાશે સરકારી કર્મચારીઓને પ્રીપેડ રૂપે કાર્ડના રૂપમાં આ લોન આપવામાં આવશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.