Western Times News

Gujarati News

ટેક્નો કેમોન 16 સ્માર્ટફોન 64 MP કેમેરા અને ફોટોગ્રાફીને નવા અંદાજમાં રજૂ કરવા માટે સજ્જ 

▪ આ ફોનની કિંમત 10,999 રૂપિયા છે. કેમોન 16 પહેલું અને એક માત્ર એવું સ્માર્ટફોન બની ગયુ છે જેમાં 11 હજાર રૂપિયાની રેન્જમાં 64 એપી ક્વોટ કેમેરા અને આઇ ઓટો ફોક્સ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે
▪ ટેક્નો કેમોન 16 ફ્લિપકાર્ટના 16 ઓક્ટોબર 2020થી શરૂ થનાર બિગ બિલિયન ડેઝ સેલ પર ઉપલબ્ધ થશે 

નવી દિલ્હીઃ ગ્લોબલ પ્રીમિયમ સ્માર્ટફોન બ્રેન્ડ, ટેક્નો એ આજે ટેકનો કેમોન 16 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જે 64 એમપીના ક્વોટ કેમેરા સેટઅપ અને ગેમ ચેન્જિંગ આઇ ઓટો ફોક્સ ફિચરથી સજ્જ છે. આ સ્માર્ટફોનથી આવી કેટેગરીના ગ્રાહકોને ફોટોગ્રાફીનો શાનદાર અનુભવ મળશે. આ સ્માર્ટફોન પ્રભાવશાળી રીતે ફોટોગ્રાફીના શોખિનોને શ્રેષ્ઠત્તમ ક્વોલિટીના ફોટો કેપ્ચર કરવાની અસરકારક રીતની પરવાનગી આપશે. આ સ્માર્ટફોનની જબરદસ્ત કેમેરા કેપેસિટી ભારતના મિડ બજેટ સેગ્મેન્ટમાં ટેક્નોને મજબૂત ઉપસ્થિતિ દર્શાવવાની પરવાનગી આપશે. તેનાથી મહત્વકાંક્ષી ભારતમાં એક ઉલ્લેખનિય  બજાર હિસ્સેદારી હાંસલ કરશે. નોંધનિય છે કે, ટેકનોના મિડ-બજેટ સેગમેન્ટમાં પ્રીમિયમ વિશેષતાઓની સાથે અભિનવ પ્રોડક્ટ્સની રજૂઆત કરવાનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે.

ટેકનો કેમોન 16 સ્માર્ટફોનની રજૂઆત મિડ બજેટના સ્માર્ટફોન સેગમેન્ટને એકદમ નવા અંદાજમાં રજૂ કરશે. કેમેરા નવા મોડ્યુલ ઓટોમેટિક આઇ ફોકસ ટેકનોલોજીથી સજ્જ છે, જેનાથી યુઝર્સને જબરદસ્ત ફોટોગ્રાફીનો અભૂતપૂર્વ અનુભવ મળશે. ટેક્નો કેમોન 2020 સ્માર્ટફોની રેન્જ હાયલ કેમેરા પિક્સલ અને TAIVOS (ટેકનો એઆઇ વિઝન ઓપ્ટિમાઇઝેશન સોલ્યુશન)થી સંચાલિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વિશેષતાવાળા પ્રીમિયમ અલ્ટ્રા નાઇટ લેન્સથી સજ્જ છે. આ સ્માર્ટફોનના કેમેરામાં હ્યુમન આઇ ટ્રેકિંગ ફિચર છે, જેનાથી કેમેરાના ફોક્સ ઘણા શોર્પ રહે છે. તે અવિશ્વસનિય રૂપથી ઘણા વાજબી ભાવે ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનની રજૂઆતથી આ સેગમેન્ટમાં પ્રતિસ્પર્ધાના નવા માપદંડો નક્કી થશે.

સ્માર્ટફોનના લોન્ચિંગ પર ટ્રાન્સિયોન ઇન્ડિયાના સીઓ શ્રી અરિજીત તાલાપાત્રાએ કહ્યુ કે, ટેક્નો કેમોન પોર્ટફોલિયોની સાથે અમે સતત અમારી સીમાઓનો વિસ્તાર વધારી રહ્યા છીએ, જેનાથી લોકોને આધુનિક ફિચર્સથી સજ્જ મોબાઇલ ફોન કેમેરા ટેક્નોલોજી તમામને સ્પર્ધાત્મક ભાવે ઉપલબ્ધ કરાવી શકાય. અમારા કેમોનના પ્રોડક્ટ્સ સતત યુઝર્સના ફોટોગ્રાફીનો અનુભવો બદલી નાંખશે.

કેમોન 16નું લોન્ચિંગ પણ અમારા અન્ય ફોનની જેમ અમારા ‘ફોર ઇન્ડિયા’ એપ્રોચનો હિસ્સો હશે. આ ફોન લાવવાનો ઉદ્દેશ્ય મિડ બજેટ સેગમેન્ટમાં ગ્રાહકોને એવા સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવવાનો છે, જેનાથી તેમની આશાઓ અને અપેક્ષાઓને બહુ સારી રીતે સંતોષી શકાય. અમે આ પ્રોડક્ટ્સને અન્ય દેશો કરતા પહેલા ભારતમાં લોન્ચ કરી રહ્યા છે. યુવા પેઢી અને યંગ જનરેશનના ગ્રાહકો માટે 11 હજાર રૂપિયાથી ઓછી કિંમતના સેગમેન્ટમાં લોન્ચ કરાયેલા સ્માર્ટફોનમાં સોથી વાજબી 64 એમવી ક્વોટ કેમની સાથ ઓટો આઇ ફિચર પણ આપવામાં આવ્યો છે. અમને પૂરો વિશ્વાસ છે કે, તહેવારોમાં લોન્ચ કરાયેલી આ પ્રોડક્ટ પોર્ટફોલિયોની સાથે અમે ગ્રાહકોને અચંબામાં મૂકી દઇશું અને ભારતના સ્માર્ટફોન બજારના સેગમેન્ટમાં પોતાની બ્રાન્ડની પોઝિશનને વધુ મજબૂત કરી શકીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.