Western Times News

Latest News from Gujarat

ફ્રાંન્સમાં ફરી લોકડાઉનની તૈયારીઓ,ત્રણ અઠવાડીયામાં ત્રણ લાખ નવા કેસ

પેરિસ: વિશ્વમાં સંક્રમિતનો આંકડો ૩.૮૦ કરોડથી વધુ થઇ ગયો છે. સાજા થનારા દર્દીઓની સંખ્યા ૨ કરોડ ૮૨ લાખ ૯૨ હજાર ૩૧૨થી વધુ થઇ છે. મૃત્યુ પામનારાઓનો આંકડો ૧૦.૮૫ લાખને વટાવી ગયો છે.  ફ્રાંન્સે કોરોનાના કેસ વધતા લોકડાઉ માટે નવેસરથી તૈયારીઓ શરૂ કરી છે અહીં ત્રણ સપ્તાહમાં ત્રણ લાખથી વધુ નવા કેસ પ્રકાશમાં આવ્યા છે હવે સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે સખત નિયમોને લાગુ કર્યા વગર સંક્રમણને રોકવું ખુબ જ મુશ્કેલ છે

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે તમામ પ્રકારની હોટલ રેસ્ટોરેન્ટ અને બાર હવે બંધ કરવામાં આવશે આ મામલામાં કોઇ પણ પ્રકારની રાહત આપવામાં આવશે નહીં. ઠંડી વધવાના કારણે કોરોના સંક્રમણ વધ્યું હોવાના અનુમાનોથી યુરોપના અન્ય દેશોમાં પણ ફફડાટ ઉભો થયો છે જર્મની સ્પેન ઇટલી જેવા દેશોએ પણ સંક્રમણને રોકવા સ્ટ્રેટેજી અંગે નવેસરથી વિચારણા શરૂ કરી દીધી છે.

ઇટલી સરકારે ફરીથી એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે પ્રાઇવેટ પાર્ટીમાં આવનારાલોકોનેલઇને નવા પ્રતિબંધો લગાવવામાં આવશે પાર્ટીમાં આવનારી દરેક વ્યક્તિનો રેકોર્ડ રાખવો પડશે.  બ્રિટનમાં બોરિસ જાેનસન સરકારે દેશમાં સંક્રમણની બીજી લહેરનો સામનો કરવા માટે નવી યોજના બનાવી છે આ માટે ત્રણ લેયરવાળો એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને મિડિયમ હાઇ અને વેરી હાઇ કેટેગરીમાં ડિવાઇડ કરવામાં આવ્યા છે.

સાઉથ કોરિયમાં સંક્રમણના કેસ ઓછા થયા પછી સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોમાં રાહત આપવામાં આવી છે અહીં નાઇટ કલબ બાર અને રેસ્ટોરાં બે વખત ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. સ્ટેડિયમને કેપિસિટીથી ૩૦ ટકા દર્શકોની સાથે ખોલવાાની પરવાગની આપવામાં આવી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers