Western Times News

Latest News from Gujarat

ગોંડામાં ત્રણ બહેનો પર સુઇ રહી હતી ત્યારે તેજાબ ફેંકાયો

ગોંડા: યુપીમાં ભલે જ શાસન પ્રશાસન મહિલાઓ પર થનાર અપરાધ ઓછો થવાનો દાવો કરે પરંતુ અહીં દરરોજ એવી જધન્ય ઘટના સામે આવી રહી છે નવો મામલો ગોંડા જીલ્લાનો છે. જયાં રાતે ત્રણ બહેનો પર તેંજાબ ફેકવામાં આવ્યો છે આથી તેઓ દાઝી ગઇ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર હુમલો તે સમયે થયો જયારે ત્રણેય બહેનો ઘરમાં સુઇ રહી હતી જીલ્લાના પસકા ગામમાં ગઇકાલે રાતે એક પરિવારની ત્રણ પુત્રીઓ છત પર સુઇ રહી હતી  ત્યારે એક યુવક છત પર આવ્યો હતો અને મોટી પુત્રી પર તેંજાબ નાખ્યો જેની ચપેટમાં આવવાથી મોટી પુત્રી સહિત આસપાસ હાજર બે અન્ય પુત્રીઓ પણ દાઝી ગઇ હતી ત્રણેયને જીલ્લા હોસ્પિટલમાં દાખલકરવામાં આવી છે. પોલીસે ઘટના પર પહોંચીને આ અંગેની તપાસ શરૂ કરી છે. પોલીસે કહ્યું કે આરોપીને છોડવામાં નહીં આવે

પસપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પસકા ગામના ગુરઇ પ્રસાદની ત્રણ પુત્રીઓ મોટી પુત્રી ખુશબુ ઉવ ૧૯,નાની પુત્રી કોમલ ઉવ ૭ અને સૌથી નાની પુત્રી આંચલ ૫ વર્ષ ઉપર તેજાબ ફેંકાયો હતો હાલમાં તેમની સારવારક ચાલી રહી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers