Western Times News

Gujarati News

સુરત શહેરમાં કોરોના અવેરનેસ ગરબો વાયરલ

સુરત: શહેર હંમેશા અવનવું કરવામાં જાણીતું છે. એમા પણ તકલીફની વાત હોઇ કે પછી મોજની વાત હોઇ સમય સમયને અનુરૂપ તે ભાષામાં તેની વાત કરતા હોય છે. આવી જ એક વાત આ કોરોના કાળમાં સુરતના કલાકારોએ રજૂ કરી છે. કોરોના કાળમાં આગામી નવરાત્રીમાં કોરોના સામે કઇ રીતે રક્ષણ મેળવી અને ગરબાનો આનંદ માણી માતાની આરાધના કરી શકાય તેની જાગ્રુતિ ફેલાવતો આ ગરબો સમગ્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગરબાના બોલ પણ એટલા સુંદર છે, મોજમા રહીશું અમે મોજમાં રહીશું, આવી નોરતાની રાત, ગરબે રમશું અમે આજ, મોઢે પહેરીને મા્‌સ્ક રમશું આજ અમે રાશ, આ ગરબામાં સેનેટાઇઝર, ડિસ્ટન્સ સહિતની અને બાબતો સાથે માતાની આરાધના પણ દર્શાવવામાં આવી છે.

નવરાત્રીનો પર્વ હોય અને ગુજરાતીઓ શાંત બેસી રહે તે શક્ય જ નથી. જેથી જ સરકાર દ્વારા પણ આ કોરોના કાળમાં ભલે ખાનગી આયોજનો અને માસ ગેધરીંગની પરમિશન નથી આપી પરંતુ પોતાની સોસાયટીમાં કે શેરીઓમાં ૨૦૦ માણસોની સંખ્યા સાથે લિમિટેડ સમય માંટે ગરબા રમવાની પરમિશન આપી છે. ત્યારે સુરતમાં અનેક એવા લોકો છે મનપાની સાથે જાગૃત્તિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. જેમાં કલાકારો પણ પાછા નથી રહ્યા.

સુરતના જાણીતા કલાકારો કે જેઓ નવરાત્રીમાં પોતાના મધુર ગીતોથી ખૈલયાઓને નવરાત્રીમાં થનગનાટ કરાવતા હોય છે. તેવા બે કલાકારો યો યો જય વર્મા અને અમી અઢીયા જે સુરતના નહિ પરંતુ ગુજરાતના જાણીતા સિંગર છે. તેમના દ્વારા ખાસ એક ગરબો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં માતાજીની ભકિત તો છે જ પરંતુ તેની સાથે કોરોના કાળમાં યોજાય રહેલા આ નવરાત્રીમાં કઇ રીતે ગરબામાં ધ્યાન રાખવું તેની માહિતી પણ આપવામાં આવી છે. આ ગરબામાના શબ્દો ખાસ કોરોના કાળમાં લોકો અવેર થાય તેને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.