Western Times News

Gujarati News

ખેડબ્રહ્મા અંબિકા મંદિરે નવરાત્રિમાં ગરબા મહોત્સવ નહીં યોજાય. દર્શન ચાલુ રહેશે

કોરોનાવાયરસ ના સંક્રમણના કારણે  સરકાર ની ગાઈડલાઈન મુજબ ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા  આ વર્ષે તારીખ 17 -10- 2020 થી ચાલુ થતી નવરાત્રી દરમિયાન ગરબા મહોત્સવ  મુલતવી રાખેલ છે. મંદિરના પ્રાંગણમાં ગરબાનું આયોજન નહીં થાય. મંદિરમાં નિયમિત પણે આરતી પૂજન તેમજ શાસ્ત્રીય વિધિ વિધાન અનુસાર નવરાત્રિમાં અનુષ્ઠાન કરવામાં આવશે, તથા નવરાત્રી દરમિયાન  યાત્રિકો માટે દર્શન માટે રાબેતા મુજબ ચાલુ રહેશે.

મંદિરે આવતા દર્શનાર્થીઓ પૈકી બાળકો તેમજ વૃદ્ધો ને ઘરે રહી માતાજીની આરાધના પૂજન કરવા જણાવવામાં આવેલ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા નિયમિત જીવંત દર્શન થાય તે માટે સોશિયલ મીડિયા જેમકે ફેસબુક તથા વોટ્સએપના માધ્યમથી મંદિરના મેનેજમેન્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ છે. મંદિરે આવનાર યાત્રિકોએ કોરોના સંક્રમણ ને ધ્યાનમાં રાખી તમામ પ્રકારની સાવચેતી નો ફરજિયાત પાલન કરવાનું રહેશે.. દર્શનનો સમય સવારે 8-30 થી સાંજે 6-30 કલાક સુધી રહેશે.  જય અંબે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.