Western Times News

Gujarati News

ઇસુઝુ મોટર્સએ BS6 ડી-મેક્સ રેગ્યુલર કેબ અને એસ-કેબ લોન્ચ કરી

ઇસુઝુ મોટર્સ ઇન્ડિયાએ ભારતમાં (Isuzu Motors India launches BSVI compliant D-Max Regular Cab and S-Cab. Adds a new variant D-MAX Super Strong) ખૂબ જ રાહ જોવાઇ રહેલ, BS VI (બીએસ6)ની સુસંગત ડી-મેક્સ રેગ્યુલર કેબ અને ડી-મેક્સ એસ-કેબ લોન્ચ કરી. કોમર્શિયલ વ્હીકલ શ્રેણીને વિસ્તૃત કરતા, કંપનીએ તેની કોમર્શિયલ વ્હીકલ શ્રેણીને આગળ વધારવા માટે 1710 કિલો પેલોડ સાથે એક નવું વેરિએન્ટ ડી-મેક્સ સુપર સ્ટ્રોંગ ઉમેર્યું.

આ નવા વ્હીકલના ઉમેરા સાથે, ઇસુઝુ મોટર્સ ઇન્ડિયા હવે ડી- મેક્સ રેગ્યુલર કેબ હાઇ-રાઇડને ફ્લેટ ડેક, ડી-મેક્સ રેગ્યુલર કેબ-ચેસીસ, એસ-કેબ સ્ટાન્ડર્ડ-રાઇડ, એસ-કેબ હાઇ-રાઇડ અને ન્યૂ ડી-મેક્સ રેગ્યુલર કેબ સુપર સ્ટ્રોંગ, બધા બિઝનેસ અને પ્રોફેશનલ આવશ્યકતાઓ માટે વધુ વર્સટાઇલ વિકલ્પો પ્રદાન કરે છે.

ન્યૂ વ્હીકલના લોન્ચ સમયે ટિપ્પણી કરતાં, ઇસુઝુ મોટર્સ ઇન્ડિયાના મેનેજીંગ ડિરેક્ટર શ્રી ત્સુગુઓ ફુકુમુરાએ જણાવ્યું કે, “ઇસુઝુ ડી-મેક્સ અને ડી-મેક્સ એસ-કેબે અમારા ગ્રાહકો સાથે એક વિશ્વાસ બાંધ્યો છે, જે હંમેશા વ્યવસાય અને જીવનમાં આગળ વધારવા માટે જગ્યા, મજબૂત અને પરફોર્મન્સનું સંપૂર્ણ સંયોજન પ્રસ્તુત કરે છે. અમે ઇસુઝુ ખાતે ભારતીય બજારમાં વિશ્વસનીય ટેકનોલોજી અને એન્જિનિયરિંગ લાવવા કટિબદ્ધ છીએ. ઇસુઝુ ટફ, વિશ્વસનીય અને ડ્યુરેબલ વ્હીકલ બનાવવા માટે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે અને ન્યૂ ડી-મેક્સ અને ડી-મેક્સ એસ-કેબ આ લાક્ષણિકતાઓને વ્યક્ત કરે છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, ” અમે ઘણી બધી ફર્સ્ટ-ઇન-સેગમેન્ટ સુવિધાઓ રજૂ કરવા બદલ ખુશ છીએ, અમારા વ્હીકલમાં વેરિયેબલ જીઓમેટ્રિ ટર્બોચાર્જર, બ્રેક ઓવરરાઇડ સિસ્ટમ, ગિયર શિફ્ટ ઇન્ડિકેટર સાથે ન્યૂ મલ્ટિ-ઇન્ફોર્મેશન ડિસ્પ્લે, ઇલેક્ટ્રોનિકલી કંટ્રોલ્ડ ઇજીઆર અને સ્લાઇડિંગ કો-ડ્રાઇવર સીટ શામેલ છે. ઘણા સંતોષિત ગ્રાહકોએ ઇસુઝુ ડી-મેક્સ અને એસ-કેબ પસંદ કરતાં, અમને ખાતરી છે કે તેઓ BSVI (બીએસ6) રેંજ સાથે તેમની લોકપ્રિયતા વધારશે.”

ઇસુઝુ મોટર્સ ઇન્ડિયાના ડેપ્યુટી મેનેજીંગ ડિરેક્ટર શ્રી કેન તાકાશિમાએ જણાવ્યું કે, ” અમારા વ્હીકલ સ્ટાઇલ, પાવર અને રસ્તાની હાજરીના સંપૂર્ણ સંયોજનની ઓફર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે ઉપરાંત કમ્ફર્ટ અને સલામતી પણ પૂરી પાડે છે. ઇન્ડિયન ઓટોમોટિવ માર્કેટ બદલાવમાંથી પસાર થઈ રહ્યું છે અને અમે અમારી નવીનતમ ઓફરિંગ્સ સાથે આ સમયમાં હાજર રહીને ઉત્સાહિત છીએ.

એક જવાબદાર બ્રાન્ડ તરીકે, અમે નવી જનરેશનના ઉત્પાદનોને બજારમાં ઝડપથી લાવવા માટે બધું કરી રહ્યા છીએ. અમે અમારા રિફ્રેશ્ડ કરાયેલા ડી-મેક્સ અને ડી-મેક્સ એસ-કેબને અનાવરણ કરવા માટે ઉત્સાહિત છીએ જે ફક્ત BSVI અનુરૂપ નથી, પરંતુ અમારા મહત્વાકાંક્ષી ગ્રાહકો માટે વેલ્યુ પ્રોપોઝિશનને વધારવા માટે ડિઝાઇન અને વિકસિત કરવામાં આવી છે. ”

2.5 લિટર ઇસુઝુ 4JA1 એન્જિન દ્વારા સંચાલિત, કોમર્શિયલ વ્હીકલની વિસ્તૃત શ્રેણી તેમની નવી સ્ટાઇલ અને રિફ્રેશ્ડ ડિઝાઇન સાથે એગ્રેસિવ વલણ પ્રદાન કરે છે. આ વ્હીકલ ઉદ્યોગમાં કોમર્શિયલ વ્હીકલ કેટેગરીમાં ઘણી ફર્સ્ટ-ઇન-સેગમેન્ટ સુવિધાઓ સાથે લોંચ કરવામાં આવે છે. ડી-મેક્સ રેગ્યુલર અને ડી-મેક્સ એસ-કેબ સ્પ્લેશ વ્હાઇટ અને ટાઇટેનિયમ સિલ્વર કલરમાં ન્યૂ ગેલેના ગ્રે કલર સાથે ઉપલબ્ધ રહેશે. ન્યૂ ડી-મેક્સ સુપર સ્ટ્રોંગની કિંમત ₹ 8,38,929/- (એક્સ શોરૂમ, મુંબઈ) હશે. આગામી તહેવારની સીઝન (મર્યાદિત સ્ટોક પર)ની સંપૂર્ણ ડી-મેક્સ રેન્જ માટે એક આકર્ષક પ્રારંભિક કિંમત હશે.

રિફ્રેશ્ડ મોડેલો એક્સ્ટેરિયર અને ઇન્ટેરિયર બંને પર વધુ સુવિધાઓ સાથે સજ્જ કરવામાં આવ્યાં છે.  વિશિષ્ટ બાહ્ય ડિઝાઇનમાં વધુ એરોડાયનેમિક છે. તે નવી ગ્રિલ, બોનેટ અને બમ્પર ડિઝાઇન સાથે વધુ બોલ્ડર લૂક આપે છે. તે ટર્ન ઇન્ડિકેટર્સ સાથે ઇન્ટિગ્રેટેડ ન્યૂ હેડલેમ્પ ડિઝાઇન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.

ફર્સ્ટ-ઇન-સેગમેન્ટ તરીકે, ઇસુઝુએ બંને વ્હીકલને વેરિએબલ જીઓમેટ્રિક ટર્બોચાર્જરથી સજ્જ કર્યા છે જેનાથી ઇફેક્ટિવ ફ્યૂલ બર્ન થાય છે. એલએનટી (લીન નોક્સ ટ્રેપ), ડીપીડી (ડીઝલ પાર્ટીકુલર ડિફ્યુઝર) અને પી-એસસીઆર (પેસિવ સિલેક્ટિવ કેટેલિસ્ટ રિડક્શન) સહિતના ઉપચાર ઉપકરણોના અસરકારક સમૂહથી સજ્જ, વ્હીકલ અસરકારક રીતે એક્ઝોસ્ટ ગેસ અને પાર્ટિક્યુલેટ મેટરની સારવારનું સંચાલન કરે છે. ઇઝુઝુ ડી-મેક્સ રેગ્યુલર કેબ અને એસ-કેબે ઇલેક્ટ્રોનિકલી કંટ્રોલ્ડ ઇજીઆર (એક્ઝોસ્ટ ગેસ રીસર્ક્યુલેશન) સિસ્ટમવાળા સેગમેન્ટમાં એકમાત્ર વ્હીકલ છે.

બંને મોડેલો હવે જીએસઆઈ (ગિયર શિફ્ટ ઇન્ડિકેટર) સાથે એમઆઈડી (મલ્ટિ-ઇન્ફોર્મેશન ડિસ્પ્લે) ક્લસ્ટર સાથે આવે છે જે ડ્રાઇવરને કોઈપણ ડ્રાઇવિંગ સ્થિતિમાં આઇડિયલ ગિયરનો ઉપયોગ કરવા માટે સક્ષમ બનાવે છે, જેમાં ટોર્ક, ફ્યુઅલ મેનેજમેન્ટ અને ડ્રાઇવટ્રેન ટકાઉપણાંની દ્રષ્ટિએ શ્રેષ્ઠ વ્હીકલની ખાતરી કરવામાં આવે છે.

હાઇ લેવલને કમ્ફર્ટ આપતા, ડી-મેક્સ રેન્જમાં સીટો છે જે હવે હાઇ ક્વોલિટી ફેબ્રિક અપહોલ્સ્ટેરી સાથે આવે છે. તેમાં કમ્ફર્ટ અને સલામતી માટે ઉંચાઇ એડજસ્ટેબલ સીટ બેલ્ટ પણ છે. વધુમાં, ફરીથી સેગમેન્ટમાં પ્રથમ, ન્યૂ વ્હીકલમાં સ્લાઇડિંગ કો-ડ્રાઇવર સીટ કો-ડ્રાઇવરના આરામમાં વધારો કરે છે.

ઇસુઝુ વ્હીકલ્સ તેની ટફ બિલ્ડ ક્વોલિટી અને ડી-મેક્સ રેગ્યુલર કેબ અને એસ-કેબ માટે પ્રખ્યાત છે. બંને વ્હીકલ ફ્રન્ટ અને રીઅર ક્રમ્પલ ઝોન, ક્રોસ કાર ફ્રન્ટ બીમ, ડોર સાઇડ ઇન્ટ્રુશન, કોલેપ્સિબલ સ્ટિયરિંગ કોલમ અને ડ્રાઇવટ્રેન માટે અંડરબોડી સ્ટીલ પ્રોટેક્શન સાથે બેસ્ટ-ઇન-ક્લાસ ઓક્યુપેન્ટ સેફ્ટીથી સંપૂર્ણ રીતે ભરેલા છે. વધારામાં, નવા વ્હીકલમાં બીઓએસ (બ્રેક ઓવરરાઇડ સિસ્ટમ) છે જે ગભરાયા વગર બ્રેકિંગના કિસ્સામાં (જ્યારે બ્રેક અને એક્સિલરેટર પેડલ્સ એક જ સમયે ડિપ્રેશ્ડ કરવામાં આવે ત્યારે) પાવરને કાપી નાખે છે.

તેમની મજબૂત ડિઝાઇન અને મેળ ન ખાતી વિશ્વસનીયતા સાથે, ઇસુઝુ ડી-મેક્સ અને ડી-મેક્સ એસ-કેબ તે ખરીદદારો માટે એક સંપૂર્ણ સંયોજન છે જે ફક્ત પ્રદર્શનની જ શોધ કરે છે, પરંતુ તેમના માટે પ્રગતિના માર્ગ પર તેમની સાથે જવા માટે વિશ્વાસપાત્ર ભાગીદાર પણ ઇચ્છે છે. ઇસુઝુ ડી-મેક્સ અને ડી-મેક્સ એસ-કેબ વ્હીકલ 40 લાખ કિલોમીટરથી વધુ સમય માટે ખૂબ જ ટકાઉ અને ટોર્ચર-ટેસ્ટ છે. આ રીતે વિવિધ ટેરિયનમાં તેમને પ્રગતિશીલ ભારતીય ગ્રાહકો માટે રસ્તા પરનાં સૌથી પસંદિત ભાગીદાર બનાવવામાં આવ્યાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.