Western Times News

Gujarati News

૨૫૦ પાકિસ્તાની આતંકીઓ કાશ્મીરમાં ઘૂસવાની ફિરાકમાં

Files Photo

નવી દિલ્હી: પાકિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકી પ્રવૃતિ માટે કરવામાં આવે છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. ઠંડી પહેલાં કાશ્મીર ખીણમાં આતંકી ઘુષણખોરીનું મોટું ષડયંત્ર સામે આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સીમા પારથી ૨૫૦ આતંકીઓ ઘુષણખોરીની ફિરાકમાં બેઠા છે. આ ખુલાસો અન્ય કોઈ નહીં, પણ ભારતીય સેનાના વજ્ર ડિવિઝનના જીઓસી મેજર જનરલ અમરદીપ સિંહ ઔઝલાએ કર્યો છે.

કાશ્મીર ખીણમાં બરફવર્ષાને કારણે સીમા પાર પાકિસ્તાનમાં રહેલી આતંકી ફેક્ટરી એક્ટિવ થઈ જાય છે. અને આતંકીઓના આકા ઠંડી અને બરફવર્ષાનો ફાયદો ઉઠાવીને લગભગ ૨૫૦ આતંકીઓ ભારતમાં ઘુષણખોરી કરવા માગે છે. સેનાના ગુપ્ત રિપોર્ટમાં આતંકીઓના આ પ્લાનનો ખુલાસો થયો છે.

પાકિસ્તાન હાલમાં સતત એલઓસી પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહી છે અને આ વર્ષે સીઝફાયરની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. સીઝફાયરની આડમાં પાકિસ્તાની સેના આતંકીઓનો સાથ આપી રહી છે, કે જેને કારણે તેઓ સરળતાથી ભારતીય સીમામાં ઘૂસી શકે. જો કે, સરકારે સેનાની મદદ માટે બોર્ડર પર સેંસર લગાવી દીધા છે, જેને કારણે સરળતાથી આતંકીઓની ઘૂષણખોરીને નાકામ કરવામાં આવી શકે.

સેનાએ છેલ્લા ૬ દિવસમાં ૧૦ આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. એટલું જ નહીં, સેનાએ કાશ્મીર ખીણમાં સર્ચ ઓપરેશન પણ તેજ કરી દીધું છે. ખીણના ૯ જિલ્લાઓમાંથી આતંકીઓનો સફાયો થઈ ચૂક્યો છે. અને હવે સાઉથ કાશ્મીરમાં આતંકીઓનું નિશાન મિટાવવા માટે સેના કામે લાગી છે. વર્ષ ૨૦૨૦માં કાશ્મીર ખીણમાં ૭૫ સફળ ઓપરેશન કરીને ૧૮૦થી વધારે આતંકીઓને ઠાર મરાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.