Western Times News

Gujarati News

ટ્રમ્પનો નાનો પુત્ર પણ કોરોનાનો શિકાર બન્યો હતો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પે જણાવ્યું કે, તેમના ૧૪ વર્ષના દીકરા બેરનને (14 year old Barron Donald Trump Covid-19 Positive) પણ કોરોના થયો હતો. પરંતુ બાદમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.(USA president donald trump son detected corona positive)  વ્હાઈટ હાઉસ White House તરફથી શરૂઆતની જાણકારીમાં કેહવાયું હતું કે, બેરનની રિપોર્ટ નેગેટિવ હતી. હકીકતમાં આ મહિનાની શરૂઆતમાં બેરનના પિતા અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પ (Donald & Malania Trump Corona Positive) કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. ફર્સ્‌ટ લડીએ બુધવારે કહ્યું કે, બેરનમાં પણ કોરોનાના લક્ષણો હતો. જોકે તેની રિપોર્ટ નેગેટિવ આવી.

મેલાનિયા અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ ૧લી ઓક્ટોબરે કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ બાદ મેલાનિયાએ લખ્યું કે, સ્વભાવિક રીતે મારા મનમાં તરત જ દીકરા માટે ચિંતા પેદા થઈ. ટેસ્ટ બાદ તેની રિપોર્ટ નેગેટિવ આવી અને બાદમાં રાહત મળી. જોકે તેઓ આગામી દિવસો વિશે વિચારી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક ભાવુક પત્ર લખતા તેઓ કહે છે, મારો ડર ત્યારે સાચો સાબિત થયો જ્યારે તેનો ફરીથી ટેસ્ટ કરાવાયો અને તે પોઝિટિવ આવ્યો. તેઓ કહે છે, બેરન એક હિંમતવાન છોકરો છે, જેમાં કોરોનાથી સંબંધિત કોઈ લક્ષણો દેખાઈ નથી રહ્યા.

મેલાનિયા જણાવે છે કે, આ દરમિયાન અમે ત્રણેય ખુશી અનુભવી રહ્યા હતા, કારણ કે તે સમયે અમે બધા એકબીજાનું ધ્યાન રાખી રહ્યા હતા. આટલું જ નહીં, અમે એકબીજા સાથે સમય પસાર કર્યો. તેઓ કહે છે, આ બાદ તેમના દીકરાની રિપોર્ટ નેગેટિવ આવી. ફર્સ્‌ટ લેડીએ પોતાના દીકરા સંબંધિત રિપોર્ટને ગોપનીયતા બનાવી રાખી હતી. જોકે તેમણે બેરનની પોઝિટિવ રિપોર્ટ સાર્વજનિક કેમ નહોતી કરી તે પાછળનું કોઈ કારણ જણાવ્યું નથી. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી યોજાવા જઈ રહી છે.

એવામાં ડોનાલ્ડ ટ્રમ્પ રોજે રેલીઓને સંબોધન કરી રહ્યા છે. જોકે કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમણે પોતાના શિડ્યુલમાં ફેરફાર કરવો પડ્યો હતો. હવે તેઓ એકવાર ફરીથી સ્વસ્થ થઈ જતા પાછા રેલીઓમાં સંબોધન કરવા માટે જઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.