Western Times News

Gujarati News

અપોલો હોસ્પિટલ્સ કોવિડ-19ની રસી મૂકવા સજ્જ- દરરોજ 1 મિલિયન રસી મૂકવાની ક્ષમતા 

અપોલો દર વર્ષે 300 મિલિયન ડોઝ સલામત રીતે આપવા કોલ્ડ ચેઇન ઊભી કરશે-રસીને સલામત રીતે મૂકવા માટે અપોલોના 10000  કર્મચારીઓને તાલીમ આપશે

સરકારની કોવિડ-19 સામેની લડાઈમાં ટેકો આપવાના પ્રયાસ સ્વરૂપે અપોલો હોસ્પિટલ્સે દરરોજ 1 મિલિયન કોવિડ-19 રસીઓ મૂકવા તૈયાર હોવાની જાહેરાત કરી હતી. (Battleground Vaccine Apollo Hospitals Group Gears Up) આ માટે ગ્રૂપ કોલ્ડ ચેઇન સુવિધાઓ સાથે ભારતમાં એનાં 19 મેડિસિન સપ્લાય કેન્દ્રોના નેટવર્કનો ઉપયોગ કરશે. વળી ગ્રૂપ કોવિડ-19ની રસીઓ મૂકવાની ક્ષમતા સુનિશ્ચિત કરવા એની 70 હોસ્પિટલો, 400થી વધારે ક્લિનિક, 500 કોર્પોરેટ હેલ્થ સેન્ટર, 4000 ફાર્મસીની સાથે ઓમ્નિ-ચેનલ ડિજિટલ પ્લેટફોર્મ અપોલો 24|7નો ઉપયોગ પણ કરશે.

ભારતમાં આશરે 30 ટકા લોકો તેમની આસપાસ અપોલો ફાર્મસી ધરાવે છે, જ્યાં અંદાજે 30 મિનિટમાં પહોંચી શકાશે, જે જરૂર પડે તો રસીની સુરક્ષિત અને બહોળી પહોંચ ઊભી કરી શકે છે. આ માટે અપોલોના 10,000થી વધારે કર્મચારીઓ જરૂરી તાલીમ મેળવી રહ્યાં છે અને રસી મૂકાવવા માટે અપોલો સેન્ટરમાં કામ કરશે.

આ વિશે અપોલો ગ્રૂપ ઓફ હોસ્પિટલ્સના એક્ઝિક્યુટિવ વાઇસ-ચેરપર્સન શ્રીમતી શોભના કામિનેનીએ કહ્યું હતું કે,“આખો દેશ જીવલેણ ચેપી રોગ માટે રસીની કાગડોળે રાહ જોઈ રહ્યો છે. (Ms. Shobana Kamineni, Executive Vice-Chairperson, The Apollo Group of Hospitals said,” As the entire country awaits a vaccine for the deadly infectious disease, one of the major challenges will be around safe and orderly delivery of doses, for the population of 1.3 billion Indians, especially the vulnerable.) ભારતની વસ્તી 1.3 અબજની છે અને દેશમાં તમામ નાગરિકોને સલામત રીતે અને સમયસર રસી મૂકવી એક મોટો પડકાર બની જશે, ખાસ કરીને વંચિત વર્ગના લોકો માટે. અમને એ જણાવતા આનંદ થાય છે કે, અપોલો હોસ્પિટલ્સે પુરવઠા માટે એની રસીની કોલ્ડ ચેઇનને મજબૂત કરી છે

તથા દરરોજ 1 મિલિયન ડોઝ આપવા માટે સલામતીના ઊંચા ધારાધોરણો સાથે સમયસર અને અસરકારક રીતે રસી મૂકવા માટે અપોલોની તમામ સુવિધાઓ સજ્જ થઈ રહી છે. દેશમાં સૌથી મોટા અને સૌથી વિશ્વસનિય સંકલિત હેલ્થ નેટવર્ક્સ પૈકીના એક તરીકે અમારું માનવું છે કે, દેશની કોવિડ-19 સામેની લડતમાં સક્રિયપણે સહભાગી થવાની અમારી જવાબદારી છે અને અમારી નાગરિકો પ્રત્યેની ફરજ છે, જેથી ભારત સલામત અને સ્વસ્થ બને.

અત્યાર સુધી અમે 75,000 પરીક્ષણો કર્યા છે અને 2,50,000થી વધારે દર્દીઓની સારવાર કરી છે. આગળ જતાં અમે લોકોને ઝડપથી અને સલામત રીતે મોટી સંખ્યામાં રસી મળે એ સુનિશ્ચિત કરવા તમામ સરકારો, સરકારી સંસ્થાઓ અને હેલ્થકેરના સંપૂર્ણ નેટવર્ક સાથે કામ કરીશું. અમને ગર્વ છે કે, ભારતીય ઉત્પાદકો દુનિયાની રસીનો મોટા ભાગનો પુરવઠો બનાવશે અને હેલ્થકેર સર્વિસ પ્રોવાઇડર્સ તરીકે અમે એની સલામત રીતે અને સૌથી વિસ્તૃત રીતે રસી પ્રદાન કરીશું.”

તમામ નાગરિકોને રસી મળે એ સુનિશ્ચિત કરવામાં ટેકનોલોજી મોટી ભૂમિકા ભજવશે. વળી આ રસી કેવી રીતે મૂકવી અને કયા વર્ગને પ્રાથમિકતા આપવી આ માટે કામ કરનાર અપોલો હોસ્પિટલ્સ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન સાથે કામ શરૂ કરનાર પ્રથમ હેલ્થકેર પ્રોવાઇડર્સ પૈકીની છે.

ઉપરાંત અપોલો 24|7 કોવિડ-19 રસી સાથે સંબંધિત તમામ માહિતી માટે પ્રતિબદ્ધ પ્લેટફોર્મ ઊભું કરશે. યુઝર્સ અપોલો 24|7 પર રજિસ્ટ્રેશન કરાવી શકશે અને રસીના વિકાસ સાથે સંબંધિત લેટેસ્ટ અપડેટ મેળવી શકશે. પ્લેટફોર્મ એના પર રજિસ્ટ્રેશન માટે દરેક યુઝરને વિશિષ્ટ નંબર જનરેટ કરશે અને એનડીએચએમના પ્રયાસ સાથે આંતરકાર્યક્ષમતા સુનિશ્ચિત કરશે. પોર્ટલ દ્વારા યુઝર્સને રસી વિશે સતત અપડેટ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.