Western Times News

Gujarati News

તેજસ્વી મોટા ભાઇ તેજપ્રતાપથી વધુ અમીર, તેમની પાસે ૫.૮૮ કરોડની સંપત્તિ

પટણા: તેજસ્વી યાદવ મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે.લાલુ યાદવના નાના પુત્ર છે પરંતુ ઉમરમા પોતાના મોટાભાઇ તેજપ્રપાતથી એક વર્ષ મોટા છે આ અમે કહેતા નથી બંન્ને ભાઇઓના સોગંદનામા કહે છે તેજસ્વી રાધોપુરથી બીજીવાર ચુંટણી લડી રહ્યાં છે તેમણે ઉમેદવારીપત્રક ભર્યું છે પાંચ વર્ષમાં તેમની સંપત્તિ બે ગણી થઇ ગઇ પરંતુ ગાડી એક પણ નથી કેશ પણ એક કરોડ ૧૧ થઇ ગઇ છે. (tejashwi-yadav-has-more-assets-than-brother-tej-pratap yadav)

તેજસ્વીની સંપત્તિ પાંચ વર્ષમાં ૩.૫૬ કરોડ રૂપિયા વધી છે.૨૦૧૫માં જયારે તેમણે સોગંદનામુ દાખલ કર્યું ત્યારે પોતાની સંપત્તિ ૨.૩૨ કરોડ બતાવી હતી આ વખતે ૫.૮૮ કરોડ રૂપિયા સંપત્તિ બનાવી છે જયારે તેજપ્રતાપની પાસે ૨.૮૩ કરોડ રૂપિયાની સંપત્તિ છે તેજસ્વી ભલે જ અમીર હોય પરંતુ તેમના નામે એક પણ ગાડી નથી જયારે તેજપ્રતાપની પાસે એક ૧૫.૪૫ લાખની સીબીઆર ૧૦૦૦ આરઆર અને ૨૯.૪૩ લાખ રૂપિયાની બીએમડબ્લ્યુ છે.
તેજસ્વીએ ૨૦૧૫-૧૬માં ૩૯.૮૦ લાખનો ટેકસ આપ્યો હતો ત્યારબાદથી તેમનો ટેકસ ઓછો જ થતો રહ્યો છે

જયારે સંપત્તિ વધતી રહી છે ૨૦૧૬-૧૭માં તેજસ્વીને ૩૪.૭૦ લાખ રૂપિયા ૨૦૧૭-૧૮માં ૧૦.૯૩ લાખ રૂપિયા અને ૨૦૧૮-૧૯માં ૧.૪૧ લાખ રૂપિયા આઇટીઆર ભરેલ છે.જયારે ૨૦૧૯-૨૦માં ફકત ૨.૮૯ લાખ રૂપિયાનો ટેકસ જમા કરાવ્યા છે તેજસ્વીએ પોતાની ઉમર ૩૧ વર્ષ બતાવી છે જયારે તેમના ભાઇ તેજપ્રતાપે પોતાની ઉમર ૩૦ વર્ષ બતાવી છે ગત ચુંટણીના સમયે પણ આવું જ હતું. તે સમયે પણ તેજસ્વી ૨૬ વર્ષ અને તેજપ્રતાપ ૨૫ વર્ષના હતાં.

લાલુના નાના મોટા ક્રેમિનલ કેસમાં પણ મોટાભાઇ તેજપ્રતાપથી આગળ છે. તેજપ્રતાપની ઉપર પાંચ ક્રિમિનલ કેસ ચાલી રહ્યાં છે જયારે તેજસ્વી યાદવે પોતાની ઉમર મની લોન્ડિગ અપરાધિક કાવતરૂ રચના છેંતરપીડી જેવા સાત ક્રિમિનલ કેસ દાખલ થવાની વાત કહી છે. ક્રિમિનલ કેસ ઉપરાંત તેજસ્વીની ઉપર ચાર સિવિલ કેસ પણ ચાલી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.