Western Times News

Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગત વર્ષની સરખામણીમાં ચલ સપત્તિ ૨૬.૨૬ ટકા વધી

Files Photo

નવીદિલ્હી: મોટાભાગના ભારતીય વડાપ્રધાનની જેમ નરેન્દ્ર મોદી પણ પોતાના પૈસા બેંકમાં સંભાળીને રાખે છે તેમણે પોતાની કમાણીનો એક મોટો ભાગ ટર્મ ડિપોજિટ્‌સ અને સેવિંગ્સ એકાઉન્ટમાં જમા કરાવી રાખ્યો છે. ૧૨ ઓકટોબરે પીએમએ પોતાની સંપત્તિનું વિવરણ રાખ્યું છે.૩૦ જુન સુધી પ્રધાનમંત્રીની પાસે કુલ ૧,૭૫,૬૩,૬૧૮ રૂપિયાની સપત્તિ હતી તેમની પાસે ૩૦ જુનના રોજ ૩૧૪૫૦ રૂપિયા કેશ હતાં ગત વર્ષની સરખામણીએ તેમની ચલ સંપત્તિ ૨૬.૨૬ ટકા વધી છે આ વધારાની પાછળ તેમના પગારમાંથી થયેલી બચત અને ફિકસ ડિપોજિટમાંથી મળેલું વ્યાજને ફરી રોકાણ કરવાનું કારણ છે.

મોદીએ બચતા ખાતામાં ૩૦ જુને ૩.૩૮ રૂપિયા હતાં જેને એસબીઆઇની ગાંધીનગર બ્રાન્ચમાં ફિકસ ડિપોઝીટ કરાવી રાખ્યા છે. ગત વર્ષ તેની વેલ્યચુ ૧,૨૭,૮૧,૫૭૪ રૂપિયા હતી જે ૩૦ જુન ૨૦૨૦એ વધીને ૧,૬૦,૨૮,૦૩૯ થઇ ચુકી છે મોદીએ ટેકસ બચાવનારી જગ્યાઓ પર પૈસા લગાવ્યા છે તેમનું રોકાણ લાઇફ ઇન્સ્યોરન્શ નેશનલ સેવિગ્સ સર્ટિફિકેટ અને ઇન્ફ્રાસ્ટ્રકચર બ્રાન્ડસમાં છે તેમણે એનએસસીએસમાં વધારે પૈસા લગાવ્યા છે અને વીમા પ્રીમિયમ પણ ઓછા થઇ ગયા મોદીની પાસે ૮,૪૩,૧૨૪ના એનએસસીએસ છે અને વીમાનું પ્રીમિયમ ૧,૫૦,૯૫૭ રૂપિયા છે જાન્યુઆરી ૨૦૧૨માં તેમણે ૨૦ હજાર રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રકચર બ્રાન્ડ ખરીદી હતી જે હજુ સુધી પાકી નથી

પીએમની અચલ સંપત્તિઓમાં કોઇ ખાસ ફેરફાર થયો નથી તાજા ડિટેલ્સ અનુસાર મોદીના નામ પર ગાંધીનગરમાં એક મકાન છે જેની કિંમત ૧.૧ કરોડ છે આ ઘરનો માલિકાનો હક મોદી અને તેના પરિવારનો છે. મોદી પર કોઇ દેવુ નથી કોઇ કાર નથી સોનાની ચાર વીટી છે.ગત લોકસભા ચુંટણીમાં દાખલ કરેલા સોગંદનામામાં મોદીએ કુલ ૧.૪૧ કરોડ રૂપિયાની ચલ સંપત્તિ બતાવી હતી. ત્યારે બેકમાં તેમની પાસે ૧.૨૭ કરોડ રૂપિયા જમા હતાં પીએમ સિવાય ગૃહ મંત્રી અમિત શાહ,રક્ષા મંત્રી રાજનાથ સિંહ,વિદેશ મંત્રી એસ જયશંકર નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સહિત અનેક સિનિયર મંત્રીઓએ પોતાની સંપત્તિ રજુ કરી નથી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.