Western Times News

Gujarati News

ગુજરાતમાં કોરોનાનાં ૧૧૮૫ કેસ : ૧૧ દર્દીનાં મૃત્યુ થયા

ગાંધીનગર: રાજ્યમાં ૧૪મી ઑક્ટોબરે કોરોના વાયરસના ૧૧૮૫ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે ૧૩૨૯ દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ૨૪ કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના ૧૧ દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને ૧,૫૬,૨૮૩ એ પહોંચી ગયો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં સુરતમાં ૨૪૯, અમદાવાદમાં ૧૮૬, વડોદરામાં ૧૧૯, રાજકોટમાં ૧૦૯, જામનગરમાં ૮૨, મહેસાણામાં ૩૩, કચ્છમાં ૩૧, પંચમહાલમાં ૨૩, અમરેલીમાં ૨૪, બનાસકાંઠા ૨૨, સાબરકાંઠામાં ૧૩, મોરબીમાં ૧૯, ભરૂચમાં ૨૮ સુરેન્દ્રનગરમાં ૧૮ કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં ૪૩, જૂનાગઢમાં ૩૪, પાટણમાં ૨૩, ગીરસોમનાથમાં ૧૪, નર્મદામાં ૧૪, ભાવનગરમાં ૧૯, દાહોદમાં ૮, આણંદ ૧૩, બોટાદમાં ૭, ખેડામાં ૭, દેવભૂમિ દ્વારકામાં ૭, છોટાઉદેપુર ૬, મહીસાગરમાં ૧૦, નવસારીમાં ૭, અરવલ્લી ૯, તાપીમાં ૫, વલસાડમાં ૧ મળીને કુલ ૧૧૮૫ કેસ નોંધાયા છે.

રાજ્યમાં સરકારી ચોપડે એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કુલ ૧૪૮૦૪ દર્દીઓ એક્ટિવ છે, આ પૈકીના ૮૬ દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે ૧૪૭૧૮ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં ૧,૩૭,૮૭૦ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે અત્યારસુધીમાં સરકારી ચોપડે ૩૬૦૦ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. દરમિયાન રાજ્યમાં આજે ૫૧,૨૧૫ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તી જ્યારે રાજ્યનો રિકવરી દર ૮૮.૨૨ ટકાએ પહોચ્યો હતો.

રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સાથે સાથે ટેસ્ટની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. દરમિયાન આ બધાની વચ્ચે આજે રાજ્યમાં અમદાવાદમાં ૪, સુરતમાં ૨, વડોદરામાં ૧ અને ગાંધીનગરમાં ૧, પાટણ-મહિસાગર અને તાપીમાં ૧-૧ મળીને કુલ ૧૧ દર્દીના સરકારી ચોપડે નિધન થયા છે. જ્યારે આજે સૌથી વધુ દર્દીઓ સુરત કોર્પોરેશનમાં ૧૭૮ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ સુરતમાં દર્દીઓ અને ડિસ્ચાર્જ ની સંખ્યા સરખી થવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.