Western Times News

Gujarati News

GST વળતર સેસની ખેંચની ભરપાઈ કરવા માટે રાજ્યોને વિશેષ સુવિધા

જીએસટી વળતર સેસની ખેંચની ભરપાઈ કરવા માટે રાજ્યોને વિશેષ સુવિધા

વિકલ્પ-1 અંતર્ગત રાજ્યોને રૂ. 1.1 લાખ કરોડનાં ઋણની વિશેષ સુવિધા પ્રદાન કરવામાં આવી હતી અને એનાથી વધારે ઋણ માટે તેમની જીએસડીપીના 0.5 ટકા ઋણ ખુલ્લા બજારમાંથી લેવાની મંજૂરી આપવામાં આવી છે.

નાણાં મંત્રાલયે 13 ઓક્ટોબરના રોજ જીએસડીપીના 0.5 ટકાના OMBs વધારા માટે મંજૂરી આપી છે અને લાયકાત માટે નિર્ધારિત સુધારાની શરતોમાં છૂટછાટ આપી છે.

ઉપરાંત વિકલ્પ-1 અંતર્ગત રાજ્યો આગામી નાણાકીય વર્ષમાં તેમણે વપરાશ ન કરેલા ઋણનો આગળ જતાં ઉપયોગ પણ કરી શકે છે.

આ વિશેષ સુવિધા અંતર્ગત ઉચિત હપ્તાઓમાં ભારત સરકાર દ્વારા અંદાજે રૂ. 1.1 લાખ કરોડ (તમામ રાજ્યો જોડાશે એવી ધારણા સાથે)ની ખેંચ માટે ઋણ લેવામાં આવશે.

આ ઋણ લીધેલી રકમ રાજ્યોને જીએસટી વળતર સેસના બદલામાં બેક-ટૂ-બેક લોન સ્વરૂપે પાસ કરવામાં આવશે.

એનાથી ભારત સરકારની રાજકોષીય ખાધ પર કોઈ અસર નહીં થાય. આ રકમ રાજ્ય સરકારોની મૂડીગત આવકો તરીકે અને એની સંબંધિત રાજકોષીય કાધના ધિરાણના ભાગરૂપે પ્રતિબિંબિત થશે.

આ વ્યાજના અલગ અલગ દરોને ટાળશે, જે દરેક રાજ્યોને તેમની સંબંધિત SDLs માટે લગાવી શકાય છે અને વહીવટી રીતે સરળ વ્યવસ્થા ઊભી થશે.

અહીં એ સ્પષ્ટતા પણ કરી શકાશે કે, સામાન્ય સરકાર (રાજ્યો + કેન્દ્ર)નું ઋણ આ પગલાથી વધશે નહીં. આ વિશેષ સુવિધામાંથી લાભ લેનાર રાજ્યો આત્મનિર્ભર પેકેજ અંતર્ગત જીએસડીપી (3 ટકાથી 5 ટકા)ના 2 ટકાની વધારાની ઋણની સુવિધામાંથી નોંધપાત્ર રીતે ઓછી રકમનું ઋણ લેશે એવી શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.