Western Times News

Gujarati News

બે શિક્ષકો દારૂના નશામાં ધૂત ઝડપાયા, વિડિયો વાયરલ

છોટાઉદેપુર: શાળાને પવિત્ર સ્થળ માનવામાં આવે છે. જ્યાં બાળકનું માનસિક ઘડતર થાય છે. અને ગુરૂને તો માતા-પિતા કરતા પણ ઊંચ્ચો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ કેટલીક વખત શિક્ષકો દ્વારા એવું વર્તન કરવામાં આવે છે, જેના કારણે પુરા શિક્ષણ તંત્રને શરમમાં મુકાવું પડે છે. (Chhota Udaipur gujarat Two teachers caught drunk, video goes viral)

આવી જ એક ઘટના છોટાઉદેપુર જિલ્લાથી સામે આવી છે. જેમાં શિક્ષકો શિક્ષણના ધામમાં દારૂની મહેફિલ કરે છે, અને નશામાં ધૂત થઈ શાળામાં જ સુઈ જાય છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગુંડેર ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અજિત પટેલ અને ઉપ શિક્ષક વીનેશ માછી કે જેવો શાળાના રૂમમાં દારૂનું સેવન કરી નશા મા ધૂત બન્યા હતા.

આ બંને શિક્ષકોએ પુષ્કળ પ્રમાણમાં દારૂનું સેવન કરતા તેઓ હોંશ હવાસ ખોઈ બેઠા હતા. એક શિક્ષક તો કલાસ રૂમમાં જ સુઈ ગયો હતો. શિક્ષકો દારૂના નશામાં ધૂત થઈ શાળામાં જ પડ્યા છે, તેવી વાત ગામમાં ફેલાતા લોકો શાળાએ દોડી આવ્યા હતા, કેટલાક લોકોએ આ દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા. કેવી રીતે શિક્ષકો દ્વારા શરાબની મહેફીલ રાખી હશે તેના દ્રશ્યો બતાવાવ માટે ગ્રામજનોએ ખાલી દારૂની બોટલો અને સાથે જમવાનું આ બધુ ભેગુ કરી કેમેરામાં કેદ કર્યું હતું. જયારે ગ્રામજનો શાળાએ પહોંચ્યા તો એક શિક્ષક ક્લાસમાં જ સુઈ ગયો હતો, અને બીજો બધાને જોઈ અર્ધ નગ્ન હાલતમાં રૂમ છોડીને જતો રહે છે.

વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, બંને શિક્ષકો નશામાં ધૂત છે, અને ચાલવામાં પણ તકલીફ પડી રહી છે. આ વીડિયોમાં એક શિક્ષક લથડીયા ખાતો સ્કૂલની બહાર જતો જોવા મળી રહ્યો છે, બીજો પોતે બીમાર હોવાનું રટણ કરતો હોવાનું વિડીયોમાં સંભળાઇ રહ્યુ છે. જોકે આ તમામ હરકતનો ગામના લોકોએ મોબાઈલમા વિડીયો ઉતારી વાયરલ કરી દીધો હતો. આખરે આ વીડિયો જિલ્લા વિકાસ અધિકારી સુધી પહોંચતા શિક્ષણ વિભાગ પણ હરકતમા આવ્યું અને આ બન્ને શિક્ષકોને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરી દીધા હતા. જે સરસ્વતીના ધામમાં સંસ્કારના પાઠ ભણાવતા આ શિક્ષકો જ શાળામાં નશાનું સેવન કરતાં હોવાનો વિડીયો વાઇરલ થતા આજે આ બંને શિક્ષકો પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.