Western Times News

Gujarati News

ચાંદખેડામાં પતિથી કંટાળી મહીલાએ ઝેર ગટગટાવ્યું

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : પતિને અન્ય સાથે સંબંધો બંધાતા પત્ની સાથે ખરાબ વ્યવહાર કરવાનાં તથા શારીરિક અને માનસિક રીતે પરેશાન કરવાનાં બનાવો અવારનવાર સામે આવતાં હોય છે. કેટલીક બાબત પતિ કે સાસરીયાઓના ત્રાસથી કંટાળી મહીલા આત્મહત્યાનો માર્ગ અપનાવે છે. આવો જ એક કિસ્સો ચાંદખેડા પોલીસ સ્ટેશનનાં ચોપડે નોંધાયો છે.


પરીણીતા આશાબેન નાયીએ ફરીયાદ નોધાવી છે કે દસેક વર્ષ અગાઉ તેમનાં લગ્ન નડીયાદ ખાતે રહેતાં અશોકભાઈ નાયી સાથે થયા હતા. લગ્નજીવન દરમ્યાન તેમને એક દીકરો અને દીકરી પણ થયા હતા. એકાદ વર્ષ અગાઉ બંને પતિ-પત્ની તેમનાં સંતાનો સાથે મોટેરા ખાતે પલાશ ૮૦ નામની સોસાયટીમાં રહેવા આવ્યા હતા. ત્યારથી અશોકભાઈ રાત્રે મોડે સુધી ફોન ઉપર કોઈ અન્ય †ી સાથે વાત કરતાં હતા. આ અંગે આશાબેને તેમને પૃચ્છા કરતાં અશોકભાઈ તેમની સાથે ઝઘડો કરીને નડીયાદ ખાતે જતાં રહયાં હતા. બાદમાં વડીલોની સમજાવટથી પરત આવી ગયા હતા.

જા કે પર †ી સાથે સંબંધો ચાલુ રાખતાં અવારનવાર દંપતી વચ્ચે ઝઘડો થવા લાગ્યો હતો. થોડાં દિવસ અગાઉ આવો ઝઘડો થતાં અશોકભાઈ ફરીથી નડીયાદ ખાતે જતાં રહ્યાં હતા. આ અંગે આશાબેનને જેઠ કાંતિભાઈ તથા જેઠાણીએ તેમને ફોન પર બોલાચાલી કરતાં આશાબેનને લાગી આવ્યું હતું. જેથી તેમણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેની અસર શરૂ થતાં જ ગભરાયેલાં આશાબેને પોતાની માતાને ફોન કરી જાણ કરતાં પરીવારજનો તેમને તાબડતોબ ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જયાં સ્વાસ્થ્ય સુધરતાં તેમણે ચાંદખેડા પોલીસને સમગ્ર ઘટના જણાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.