Western Times News

Gujarati News

સેના પ્રમુખ બાજવાએ મારી સરકાર તોડી પાડી: નવાજ શરીફ

લંડન, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફે આજે દેશના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા પર તેમની સરકારને તોડી પાડવાનો આરોપ ગલાવ્યો તેમણે સેના પ્રમુખ પર ન્યાયપાલિકા પર દબાણ બનાવવા અને ૨૦૧૮ની ચુંટણીમાં વર્તમાનની ઇમરાન ખાન સરકારને સ્થાપિત કરવાનો પણ આરોપ લગાવ્યો.

શરીફે આ વાતો લંડનથી વીડિયો લીંકના માધ્યમથી વિરોધ પક્ષો દ્વારા આયોજીત હજારો લોકોની એક સભામાં કહી. પાકિસ્તાનની ઇમરાન સરકારને સત્તામાંથી બેદખલ કરવા માટે પૂર્વ શહેર શહેર ગુજરાંવાલામાં દેશવ્યાપી વિરોધ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

શરીફે સભામાં કહ્યું કે જનરલ કમર જાવેદ બાજવા તમે અમારી સરકારને સત્તામાંથી બેદખલ કરી દીધી જે સારી રીતે કામ કરી રહી હતી અને દેશ અને રાષ્ટ્રને પોતાની ઇચ્છા અનુસાર બદલી દીધી ૨૦૧૮ની ચુંટણી બાદ થયેલ આ સૌથી મોટી સભા હતી.પૂર્વ વડાપ્રધાને પાકિસ્તાનની ઇટર સર્વિસેજ ઇટેલિંજેંસના પ્રમુખ પર તેમની સરકારની વિરૂધ્ધ કાવતરૂ રચવામાં સામેલ થવાનો પણ આરોપ લગાવ્યો.

નવ મુખ્ય વિરોધ પક્ષોએ સરકારની વિરૂધ્ધ દેશવ્યાપી આંદોલન શરૂ કરવા માટે ગત મહીને પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેંટ નામના એક સંયુકત મંચની રચના કરવામાં આવી છે શરીફ તેમની પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાજ પીએમએલ એન મુખ્ય વિપક્ષી પાર્ટી છે જેને ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે ભ્રષ્ટાચારના આરોપમાં બરતરફ કરી દીધી હતી. તે તબીબી સારવાર માટે નવેમ્બરમાં લંડન માટે રવાના થયા હતાં.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

પાકિસ્તાની સેનાએ રાજનીતિમાં કોઇ પણ રીતના હસ્તક્ષેપની વાતને નકારી દીધી છે શરીફની પુત્રી મરિયમ નવાજ અને બેનજીર ભટ્ટોના પુત્ર બિલાવર ભુટ્ટોએ પણ આ સભાને સંબોધિત કરી હતી. બંન્ને ખાને સરકારની ટીકા કરી હતી તેમણે ઇમરાન સરકાર પર ખરાબ શાસન અને અર્થવ્યવસ્થાના કુપ્રબંધન કરવાનો આરોપ લગાવ્યો ખાન સરકારની વિરૂધ્ધ વિરોધ એવા સમયે થઇ રહ્યો છે જયારે પાકિસ્તાન આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. તેનો ફુગાવો બે અંકોની સાથે નકારાત્મક પર પહોંચી ગયો છે સભાના વકતાઓએ ખાનના રાજીનામા અને રાજનીતિમાં સૈન્ય હસ્તક્ષેપ સમાપ્ત કરવાનું આહ્‌વાન કર્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.