Western Times News

Gujarati News

ટ્રંપ અમેરિકાથી આવી બિહારને વિશેષ દરજજો આપી દેશે નહીંઃ તેજસ્વી

પટણા, બિહાર વિધાનસભા ચુંટણીનો પ્રચાર જાેરજાેરથી શરૂ થઇ ગયો છે. પક્ષો મતદારો પોતાની તરફ આકર્ષિત કરવા માટે ભરપુર પ્રયાસ કરી રહ્યાં છે. આ દરમિયાન રાજદના નેતૃત્વવાળા મહાગઠબંધનને નવરાત્રિના પહેલા દિવસે પોતાનું ધોષણાપત્ર જારકી કરી કર્યું છે.

ધોષણાપત્ર જારી કર્યા બાદ રાજદના પ્રમુખ તેજત્વી યાદવે બિહારને વિશેષ રાજય દરજજાે અપાવવાના મુદ્દા પર મુખ્યમંત્રી નીતીશકુમાર પર હુમલો કર્યો હતો તેજસ્વી યાદવે કહ્યું કે બિહારમાં ડબલ એન્જીનવાળી સરકાર છે તેમ છતાં નીતીશકુમાર બિહારને વિશેષ રાજયનો દરજજાે અપાવી શકયા નહીં. નીતીશ પર પ્રહારો કરતાં પોતાના સંબોધનમાં તેજસ્વી યાદવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનો પણ ઉલ્લેખ કરી ટીપ્પણી કરી કે ડોનાલ્ડ ટ્રંપ તો અમેરિકાથી આવી બિહારને વિશેષ દરજજાે અપાવી શકશે નહીં.

યાદવે કહ્યું કે બિહારમાં ડબલ એન્જીનવાળી સરકાર છે નીતીશકુમાર ગત ૧૫ વર્ષોથી રાજયમાં શાસન કરી રહ્યાં છે પરંતુ બિહારને અત્યાર સુધી વિશેષ રાજયનો દરજજાે મળ્યો નથી બિહારને વિશેષ રાજયનો દરજજાે અપાવવા માટે ડોનાલ્ડ ટ્રંપ આવસે નહીં.મુખ્યમંત્રીએ બિહારની જનતા સાથે છેંતરપીડી કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.