Western Times News

Gujarati News

સબરીમાલા મંદિર શ્રધ્ધાળુઓ માટે ખુલ્યા : ૨૫૦ને દર્શનની છુટ

તિરૂવનંતપુરમ, કોરોના વાયરસ મહામારીના કારણે લગભગ સાત મહીનાથી બંંધ રહ્યાં બાદ કેરલના જાણીતા સબરીમાલા મંદિર આજે સવારે શ્રધ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા હતાં માસ્ક અને કોવિડ ૧૯ નિગેટીવના રિપોર્ટ લઇને કેટલાક લોકોએ દર્શન પણ કર્યા હતાં કોરોના વાયરસ ગાઇડલાઇસનું પાલન કરતા પાંચ દિવસ ચાલનારી માસિક પુજા માટે મંદિર ખોલવામાં આવ્યા છે સામાન્ય લોકોને આજે સવારથી મંદિરમાં જવાની મંજુરી આપવામાં આવી હતી.

શનિવારે સબરીમાલા મંદિરમાં દર્શન માટે ડિઝીટલ પ્રણાલીના માધ્યમથી ૨૪૬ લોકોને બુકીંગ કરી છે દરરોજ ૨૫૦ લોકોને મંદિરમાં જવાની મંજુરી હશે કેરલમાં વધતા કોરોનાના મામલને જાેતા અયપ્પા મંદિરમાં કડક કોરોના પ્રોટોકોલ લાગુ કરકવામાં આવ્યા છે જે લોકો કોરોનાનો રિપોર્ટ સાથે લઇને નહીં આવે તેના નિલકકલ બેસ કેમ્પમાં તેના રેપિડ એટીજન ટેસ્ટ કરવામાં આવશે કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખી ધી અભિષેક અને અન્નદાન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય જાેગવાઇ હેઠળ દર્શન માટે જવા માટે ફિટનેસ સર્ટિફિુકેટ લઇ આવવું અનિવાર્ય છે આ ઉપરાંત મંદિરમાં ફકત ૧૦થી ૬૦ વર્ષની ઉમરના લોકોને જ પ્રવેશ મળશે.પમ્બા નદીમાં સ્નાન અને મંદિર પરિસરમાં રાતમાં રોકાણ પર પ્રતિબંધ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.