Western Times News

Gujarati News

ભારતમાં માર્ચ સુધીમાં રસી આવશે: સીરમ ઇન્સ્ટિટ્યુટ

દેશમાં રસીના બે ઉમેદવારો વેક્સિનના ત્રીજા તબક્કામાં ટ્રાયલ ચલાવી રહ્યા છે, એક રસી બીજા તબક્કામાં છે

નવી દિલ્હી, જાે બધું બરાબર રીતે આગળ વધશે તો ભારતને માર્ચ ૨૦૨૧ સુધીમાં કોવિડ -૧૯ રસી મળી શકે છે. વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના અધિકારીએ આ વાત કહી છે. કંપની દેશમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોરોના રસીનું પરીક્ષણ કરી રહી છે. એસઆઈઆઈના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો.સુરેશ જાધવે જણાવ્યું હતું કે, જો રેગ્યુલેટર્સ વહેલી મંજૂરી આપે દે તો ભારત માર્ચ ૨૦૨૧ સુધીમાં કોવિડ -૧૯ની રસી મેળવી શકે છે, કારણ કે ઘણા ઉત્પાદકો તેના પર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતમાં કોવિડ -૧૯ રસી અંગે સંશોધન ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે.

દેશમાં રસીના બે ઉમેદવારો વેક્સીનના ત્રીજા તબક્કામાં ટ્રાયલ ચલાવી રહ્યા છે અને એક રસી બીજા તબક્કામાં છે. આ ઉફરાંત બીજી પણ વધુ રસી પર ભારતમાં સંશોધન અને ડેવલોપમેન્ટ ચાલી રહ્યું છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક ડો.સૌમ્યા સ્વામિનાથનના કહેવા પ્રમાણે કોરોના રસી આવતા વર્ષના બીજા ક્વાર્ટર સુધીમાં તૈયાર થવી જોઈએ.

તેમણે કહ્યું કે કોઈપણ રસીના ટ્રાયલમાં ઉતાર-ચઢાવ આવે છે. તેમણે કહ્યું, અમે જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં ફાઈનલ ટ્રાયલના પરિણામ જોવામાં સક્ષમ થઈશું અને ૨૦૨૧ના બીજા ક્વાર્ટર સુધીમાં રસી તૈયાર થવી જોઈએ. ડો. જાધવે ઈન્ડિયા રસી અવેલિબિલિટી ઇ-સમિટને સંબોધીત કરતાં કહ્યું કે, અમે દર વર્ષે રસીના ૭૦થી ૮૦ કરોડ ડોઝ બનાવી શકીએ છીએ.

આપણી લગભગ ૫૫% વસ્તી ૫૦ વર્ષથી ઓછી વયની છે. પરંતુ રસીની ઉપલબ્ધતાના આધારે રસી પહેલા હેલ્થકેર વર્કર્સને મેળવી જોઈએ, પછી બીજા બધાને વારો આવો જોઈએ. તેમણે કહ્યું, અમે ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં ૬થી ૭ કરોડ ડોઝ તૈયાર કરીશું પરંતુ લાઇસન્સિંગનું ક્લિયરન્સ મળ્યા પછી જ તે બજારમાં આવી શકશે. તે પછી અમે સરકારની પરવાનગી સાથે વધુ ડોઝ તૈયાર કરીશું. જેમ જેમ રસીના પરીક્ષણમાં પ્રગતિ થાય છે, તેમ તેમ સરકારે સંગ્રહ અને વિતરણ સંબંધિત તૈયારીઓ ઝડપી બનાવી દીધી છે. તેવા સરકારી અને ખાનગી સ્થળો શોધવામાં આવી રહ્યા છે જ્યાં રસી સ્ટોર્સ કરી શકાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.