Western Times News

Gujarati News

એફોર્ડેબલ હાઉસીંગ માટે ખેતીની જમીનોને પરવાનગી

ગાંધીનગર, એફોર્ડેબલ હાઉસીંગમાં વધુ મોકળાશભર્યા અને ત્રણ રૂમ રસોડાના મકાનો બાંધી શકાય તે હેતુસર પ્રવર્તમાન ૮૦ ચો.મીટરના બિલ્ટઅપ એરિયાના સ્થાને હવે ૯૦ ચો.મીટર બિલ્ટઅપ એરિયાના યુનિટનો એફોર્ડેબલ હાઉસીંગમાં સમાવેશ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ગાહેડ-ક્રેડાઇ આયોજીત ૧પમાં પ્રોપર્ટી શો નું વર્ચ્યુઅલ ઉદઘાટન ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યુ હતું. જેમાં આ પ્રકારની જાહેરાત કરી હતી.

બિલ્ટઅપ એરિયાની જાેગવાઈમાં ફેરફારના પરિણામે હવે લાભાર્થી પરિવારોને સુવિધાયુકત અને વધુ જગ્યાવાળા આવાસો મળતા થશે. એફોર્ડેબલ હાઉસીંગ નિર્માણ માટે સરળતાએ વધુ જમીન ઉપલબ્ધ થાય અને મોટાપાયે આવા આવસો બનાવી ઘરના ઘરનું સામાન્ય માનવીનું સપનું પાર પડે તે માટે ખેતીની જમીન કાયદા ૬૩ છછછ હેઠળ એફોર્ડેબલ હાઉસીંગ માટે જમીનોની પરવાનગી સરકાર આપશે. બાંધકામ ક્ષેત્રને વેગ આપવા અન્ય એક જાહેરાત કરતાં તેમણે કહ્યું કે, હાલ ચાર્જેબલ હ્લજીૈં બાંધકામ મંજૂરી વખતે લેવામાં આવે છે.

પરંતુ આવી ચાર્જેબલવાળો બાંધકામ ભાગ પાછળથી કરવાનો થતો હોઇ બાંધકામ ઉદ્યોગની રજૂઆતો પ્રત્યે સંવેદના દાખવી આ હ્લજીૈં સમગ્ર રાજ્યમાં એક સમાન પદ્ધતિએ લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ સંદર્ભમાં વ્યાજમાં રાહત આપવાની બાબતે પણ રાજ્ય સરકાર વિચારાધિન છે એમ ઉમેર્યુ હતું. નોન ટી.પી એરિયામાં કપાત પછી બાકી રહેતી જમીન પર જ પ્રિમીયમની માંગણી અંગે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી વધુ પ્રિમીયમ ભરવું ના પડે તે માટે રાજ્ય સરકાર યોગ્ય વ્યવસ્થા કરશે એમ જણાવ્યું હતું. રાજ્યમાં એફોર્ડેબલ હાઉસીંગ સેકટર સહિતના બાંધકામ ક્ષેત્રનો વધુને વધુ લોકો લાભ મેળવી સુંદર, સુવિધાસભર આવાસ છત્ર મેળવે તેવું દાયિત્વ નિભાવવા બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૌને અનુરોધ કર્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.