Western Times News

Gujarati News

રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ અમદાવાદ જિલ્લાના વણાટ કારીગરોને સોલાર ચરખાનું વિતરણ

ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા તેમજ છેવાડાના માનવીને રોજગાર મળી રહે તે હેતુથી તથા રાજ્ય સરકારની રોજગાર યોજના હેઠળ સોલાર ચરખા તથા સોલર સાળ વિતરણનો કાર્યક્રમ આજે શ્રી નીલકંઠ ધામ, સંતપથ પ્રેરણા પીઠ, પીરાણા તા.દસ્ક્રોઈ ખાતે રાખવામાં યોજાયો હતો.

શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ગાંધીજીએ એ જમાનામાં ખાદીનું મહત્વ પારખ્યું હતું જ તેથી જ તેમણે ખાદીના વપરાશ અને જાતે જ તેના વણાટ અને તે દ્વારા સ્વદેશીના વિચારને મજબૂત બનાવ્યો હતો.

તેમણે કહ્યું કે,  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પણ આત્મનિર્ભરતા પર ભાર મૂકી રહ્યા છે તેના મૂળમાં આ વિચાર રહેલો છે. કોરોનાએ આપણને જાતે સ્વ નિર્ભર બનવા મજબૂર કર્યા છે તેવા સમયે આ સ્વદેશીના વિચાર દ્વારા કોઇના પરની આત્મનિર્ભરતા ઘટાડીને આત્મનિર્ભર બનવા અને જાતે ખાદીનું કામ કરતા કારીગરોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ જિલ્લાના વણાટ કારીગરોને સોલાર ચરખા તથા સોલર સાળનું વિતરણ કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યના ખાદી ગ્રામ્યોદ્યોગ બોર્ડ દ્વારા યોજનાકીય પેટર્ન અનુસાર ૬૫ ટકા સહાય યોજના મુજબ ૧,૧૦,૪૦,૨૫૦ સહાયની ૪૩૦ સોલાર ચરખા  તથા ૬૫ ટકા સહાયના ધોરણો મુજબ ૧,૦૬,૪૮,૯૫૦ સહાયની કુલ ૧૨૯ સોલર શાળનું વિતરણ લાભાર્થી સંસ્થાના વણકર કારીગરોને આજે કરવામાં આવ્યું હતું.

મંત્રીશ્રીએ કહ્યું કે, ખાદી બોર્ડના ચેરમેનશ્રી કુશળસિંહ પઢેરિયાના નેતૃત્વમાં ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા ખાદીના ઉત્પાદન અને વેચાણ માટે નોંધપાત્ર કામ કરવામાં આવ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના સહકાર સાથે છેવાડાના વણકર કારીગરોને આ નૂતન અભિગમને કારણે વીજળી બીલમાં બચત થશે અને તેમને આર્થિક રીતે ફાયદો થશે.

વધુમાં તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આધુનિકતાના ઉપયોગ દ્વારા આત્મનિર્ભર બનવા આહવાન કર્યું છે ત્યારે અત્યાર સુધી ચરખા સાથે કામ કરનારા વણકર કારીગરો દિવસભર શ્રમ કરે પગથી પેન્ડલ મારી વર્ષો સુધી રેંટીંયો ચલાવે છે. આ વ્યવસાય સાથે કુટુંબ પણ સંકળાયેલું છે. હવે આ  કાર્યમાં સોલર ચરખાની મદદથી આધુનિકતાનો ઉપયોગ કરી સૂર્ય ઉર્જાને યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત કરી અને પોતાનું કામ સરળતાથી કરી શકશે.

વધુમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સોલરનો ઉપયોગ કરી વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય તેમ વિચાર્યું  અને સોલર પેનલનો ઉપયોગ કરી ઉર્જા વીજળીમાં ઉપયોગ કરી તેનો ઉપયોગ વપરાતી વીજળીનો ઉપયોગ કરી શકાય કરી તે માટે વડોદરા એરપોર્ટ પર અને નર્મદા કેનાલ પર  સોલાર પેનલ  પર લગાવીને વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. સરકારી કચેરી ઘરમાં સોલર પેનલ લગાવી આપને સૌર ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરી ઊર્જા મેળવી શકીએ છીએ.

વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, ખેતરમાં કુવા પર અથવા ટ્યુબવેલ પર સોલાર વીજળી ઉત્પન્ન કરી ઘર વપરાશ અથવા ખેતરમાં તે ઊર્જા આપણે વાપરી શકીએ છીએ. સૌર ઊર્જાનો  વધુને વધુ ઉપયોગ લોકો વધુને વધુ કરે તેનો વપરાશ કરે તે માટે સોલાર પેનલ લગાવવા માટે ગુજરાત સરકાર સબસિડી પણ આપી રહી છે.

મંત્રશ્રીએ  કહ્યું કે, ગાંધીજીએ આપણને ખાદી આપી તે આજે માત્ર વિચાર ન રહેતા સ્વનિર્ભરતા માટેનું માધ્યમ બન્યું છે. ખાદી બોર્ડ દ્વારા આધુનિકતાનો વિચાર અમલમાં મૂકીને યુવાનોને પસંદ પડે તેવા ખાદીના વસ્ત્રો બનાવવામાં આવી રહયા છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, આઝાદીના સમયે ખાદી વિચાર હતો, ત્યારે ખાદી ફોર નેશન સૂત્ર હતું. આજે તે ખાદી ફેશનમાં બદલાઇ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ગાંધી જ્યંતિના અવસરે લોકોને  વધુને વધુ ખાદી પહેરવા પ્રેરાય તે માટે ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે.

ગુજરાતમાં ખાદીનું વેચાણ વધે તે માટે શિક્ષણ વિભાગની અપીલના કારણે છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લાના શિક્ષકોએ એક કરોડ રૂપિયાની ખાદી ખરીદી છે.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી  બાબુભાઇ પટેલ, ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના ચેરમેનશ્રી કુશળસિંહ પઢેરિયા, ગુજરાત હેન્ડલુમના ચેરમેનરશ્રી શંકરભાઈ દલવાડી, અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જીતેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ લકુમ, ખાદી અને વિલેજ ઇન્ડ્સ્ટ્રીઝ કમિશનના ડાયરેક્ટરશ્રી સંજય હેડવ અને ખાદી વણાટ સાથે સંકળાયેલા કારીગરો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.