Western Times News

Gujarati News

ચીનના ભયના કારણે પાકિસ્તાનમાં ટીકટોક પર પ્રતિબંધ હટાવાયો

ઇસ્લામાબાદ, ચીનના ફેકેલા ટુકડા પર જીવી રહેલા પાકિસ્તાને ચીની સોશિયલ મીડિયા એપ ટિકટોક પર લગાવેલો પ્રતિબંધ તાબડતોબ હટાવી દીધો છે માત્ર ૧૦ દિવસમાં જ પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે થુંકેલું ચાટવાનો વારો આવ્યો છે આ અગાઉ પાકિસ્તાને અશ્લિલતા ફેલાવવાના આરોપમાં ટિકટોક પર પ્રતિબંધ લગાવ્યો હતો.

પાકિસ્તાનના દુરસંચાર ઓથોરિટીએ પ્રતિબંધ હટાવવા અંગે જાણકારી આપતા કહ્યું કે ટિકટોકે તે તમામ યુઝર્સના એકાઉન્ટ બ્લોક કરી દીધા છે.જે અશ્લિતા અને અનૈતિક કાર્યોના પ્રસારમાં લિપ્ત હતાં આથી એપ પર મુકવામાં આવેલો પ્રતિબંધ હટાવવામાં આવે છે પાકિસ્તાન સરકારનો આ નિર્ણય દર્શાવે છે કે તેનામાં ચીન વિરૂધ્ધ પગલું ભરવાનું સાહસ જ નથી જયારે પાકિસ્તાને ટિકટોક પર પ્રતિબંધ મુકયો હતો ત્યારે જ એ સ્પષ્ટ થઇ ગયું હતું કે થોડા દિવસમાં જ આ પ્રતિબંધનું સુરસુરિયું થઇ જશે અને થયું પણ એવું જ ટિકટોક અંગે ટેલીકોમ ઓથોરીટીને સતત ફરિયાદ મળતી હતી ચીની એપ પર અશ્લિલતા ફેલાવવાનો આરોપ હતો જેને ધ્યાનમાં રાખીને ૧૦ દિવસ પહેલા જ ટીકટોક પર પ્રતિબંધ મુકાયો હતો આ અંગે ઓથોરિટીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે એપને અનેક મહિનાથી ચેતવણી અપાઇ રહી હતી પરંતુ કોઇ પગલું ન ભર્યું આથી આ એપને દેશભરમાં બ્લોેક કરવાનો નિર્ણય લેવાયો છે.

બાઇડડાન્સ કંપનીના ટીકટોકને ભારત સહિત અનેક દેશો પહેલાથી પ્રતિબંધ મુકી ચુકયા છે ભારતે સરહદ વિવાદને ધ્યાનમાં રાખીને અનેક ચીની એપ્સ પર પ્રતિબંધ મુકયો છે અને તે હજુ પણ કાયમ છે પરંતુ પાકિસ્તાન માટે આ હિંમત દાખવવી મુશ્કેલ છે કારણ કે પાકિસ્તાન ચીનના ફેંકેલા ટુકડા પર જીવે છે ચીની કંપનીઓને ત્યાં કંઇ પણ કરવાની મંજુરી છે એ યાદ રહે કે થોડા સમય પહેલા ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના કામમાં લાગેલા ચીની મજુરોએ પાકિસ્તાની સૈનિક સાથે મારપીટ કરી હતી ત્યારે પણ ઇમરાન ખાન સરકાર અને સેના ચુપ બેઠા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.