Western Times News

Gujarati News

શેખ હસીનાએ મમતાને દુર્ગા પુજા પર ભેટ મોકલી

ઢાકા, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને દુર્ગા પુજા પ્રસંગે અભિનંદન પાઠવતા તેમને કેટલીક ભેટ મોકલી છે. આ ભેટમાં સાડી ફુલ અને મિઠાઇ સામેલ છે પશ્ચિમ બંગાળને આ ભેટ જેસ્સોરમાં બેનાપોલ ચેકપોસ્ટના માધ્યમથી મોકલવામાં આવી અને કોલકતામાં બાંગ્લાદેશના ડેપ્યુટી હાઇ કમીશને તેમને સચિવાલય નબન્નામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચાડી.

કોલકતામાં બાંગ્લાદેશ ડિપ્યુટી હાઇ કમીશનના ઉપ ઉચ્ચાયુકત બી એમ જમાલ હુસૈને કહ્યું કે આ ભેટ બે સીલ ડબ્બામાં મુખ્યમંત્રી કાર્યાલયને સોંપવામાં આવ્યા છે આ ભેટ જેસ્સોરમાં બેનાપોલ ચેક પોસ્ટના માધ્યમથી મોકલવામાં આવ્યા છે. મુખ્યમંત્રી તરફથી આભાર વ્યકત કરાયો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.