Western Times News

Latest News from Gujarat

શાળાઓમાં ૨૮ ઓક્ટો.થી ૧૮ નવેમ્બર સુધી દિવાળીનું વેકેશન

file

ગાંધીનગર: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશમાં સ્કૂલો ખોલવાની મંજૂરી આપી દીધી છે પણ ગુજરાત સરકારે હમણાં સ્કૂલો નહીં ખોલવાનો ર્નિણય લીધો છે. ગુજરાતમાં ક્યારે સ્કૂલો ખૂલશે તે અંગે ચાલી રહેલી અટકળો દરમિયાન ગુજરાત બોર્ડ હસ્તગત શાળાઓમાં દિવાળી વેકેશનનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.

રાજ્યમાં ગુજરાત બોર્ડ હસ્તકની શાળાઓમાં ૨૯ ઓક્ટોબરથી ૧૮ નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા આ વર્ષે પણ ૨૧ દિવસનું વેકેશન જાહેર કરાયું છે. પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષે કોવિડ-૧૯ની પ્રવર્તમાન પરિસ્થિતિના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ થઈ શક્યું ન હોવાથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળકીય પ્રવૃત્તિ નિયત થઈ શકેલી નથી. આ સંજોગોમાં વેકેશનલ સ્ટાફ માટે દિવાળી વેકેશનના સમયગાળાની સ્પષ્ટતા કરવી જરીરી બને છે.

સરકારની મંજૂરી અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં શાળાઓમાં દિવાળી વેકેશન ૨૯-૧૦-૨૦૨૦થી ૧૮-૧૧-૨૦૨૦ સુધી ૨૧ દિવસનું જાહેર કરવામાં આવે છે. જેનો અમલ ગુજરાત બોર્ડની માન્યતા ધરાવતી તમામ શાળાઓમાં કરવાનો રહેશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers