Western Times News

Gujarati News

બગસરાના જેતપુર રોડ ઉપર સિંગતેલ ભરેલું ટેન્કર પલટ્યું

અમરેલી: અકસ્માતના કેસમાં અનેક વખત લોકો લૂંટ ચલાવતા હોય છે. આવા બનાવો સમયાંતરે બનતા હોય છે. અમરેલી જિલ્લામાં આવે જ એક બનાવ બન્યો છે. અહીં એક સિંગતેલ ભરેલું ટેન્કર પલટી ગયું હતું. જે બાદમાં આસપાસના લોકો હાથમાં આવે તે વાસણ લઈને દોડ્યા હતા અને રસ્તા પર ઢોળાયેલું તેલ એકઠું કરીને લઈ ગયા હતા. આ પહેલા તમે દારૂ ભરેલા વાહનને અકસ્માત પડ્યા બાદ દારૂ-બીયરની લૂંટ થયાના બનાવો વિશે સાંભળ્યું હશે.

મળતી માહિતી પ્રમાણે બગસરાના જેતપુર રોડ ખાતે ગતમોડી રાત્રે એક ટેન્કર પલટી ગયું હતું. ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધા બાદ ટેન્કર રસ્તાની બાજુમાં પલટી ગયું હતું. આ ટેન્કરમાં સિંગતેલ ભરેલું હતું. ટેન્કર પલટી ગયા બાદ સિંગતેલ રસ્તા પર જ ઢોળાયું હતું. આ બનાવમાં ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો. ટેન્કર પલટી ગયા બાદ તેમાંથી ધીમે ધીમે તેલ રસ્તા પર ઢોળાવા લાગ્યું હતું. આ વાત આસપાસના લોકોને થતાં તેઓ વાસણ લઈને અકસ્માત સ્થળ પર પહોંચી ગયા હતા.

એવી આશંકા છે કે રાત્રે જ લોકો રસ્તા પર ઢોળાયેલું તેલ એકઠું કરીને લઈ ગયા હતા. આ ઉપરાંત સવારે અન્ય લોકોને અકસ્માત અંગેની જાણ થતા હાથમાં આવે તે વાસણ લઈને દોડ્યા હતા. લોકો વાસણમાં તેલ એકઠું કરવા લાગ્યા હતા. અનેક લોકોન હાથમાં સ્પંચ લઈને તેલ એકઠું કરતા પણ જોવા મળ્યાં હતાં. જોકે, આ તેલ આમ પણ નકામું જવાનું હોવાથી લોકો એકઠું કરીને લઈ ગયા તે ખરેખર સારી વાત છે. જોકે, આ તેલ જમીન પર ઢોળાયું હોવાથી તે ખાવાલાયક રહ્યું હશે કે નહીં તે અંગે વિચારવું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.