Western Times News

Gujarati News

બ્રહ્મોસ મિસાઇલનો ટેસ્ટ વીડિયો નેવીએ જાહેર કર્યો

નવી દિલ્હી, ભારતીય નૌસનાએ રવિવારે શક્તિશાળી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. નૌસેનાએ આ ટેસ્ટ અરબ સાગરમાં પોતાના જંગી યુદ્ધ જહાજ આઇએનએસ ચેન્નઈની મદદથી કર્યો હતો. આ જંગી યુદ્ધ જહાજથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ને લક્ષ્ય પર છોડવામાં આવી હતી. હવે ભારતીય નૌસેનાએ આ પરીક્ષણનો એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે બ્રહ્મોસ મિસાઇલ આઇએનએસ ચેન્નઈથી છૂટીને આકાશમાં પોતાના લક્ષ્યને ભેદવા માટે જઈ રહી છે. આ વીડિયોને જોઈ બ્રહ્મોસની શક્તિ જાણી શકાય છે. રવિવારે કરવામાં આવેલા પરીક્ષણમાં બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલે પોતાના ટાર્ગેટને પૂરી ચોકસાઈથી તોડી પાડ્યું. તેનાથી ભારતીય નૌસેનાની તાકાત અનેક ગણી વધી ગઈ છે. એક એન્ટી શિપ મિસાઇલને જંગી યુદ્ધ જહાજોમાં સુરક્ષા માટે લગાવવાની વાત સામે આવી રહી છે. આ લાંબા અંતરની ઘાતક મિસાઇલ છે. બીજી તરફ આઇએનએસ ચેન્નઈ સ્વદેશી યુદ્ધ જહાજ છે.

ભારતીય નૌસેનાએ સપાટીથી સપાટી પર માર કરનારી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસના એક અન્ય સંસ્કરણનું પણ પરીક્ષણ કર્યું છે. બ્રહ્મોસ મિસાઇલ એટલી શક્તિશાળી છે કે તેનાથી વિમાનવાહક યુદ્ધ જહાજોને પણ ક્ષણભરમાં નષ્ટ કરી શકાય છે. આક્રમક હોવાની સાથે જ બ્રહ્મોસ ખૂબ તેજ પણ છે. આ મિસાઇલ ધ્વનિની ગતિથી લગભગ ૩ ગણી વધુ ઝડપથી પોતાનું લક્ષ્ય ભેદી શકે છે. નોંધનીય છે કે, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ૪૦૦ કિલોમીટરથી વધુ અંતર સુધી ટાર્ગેટને ધ્વસ્ત કરી શકે છે. બ્રહ્મોસ એક રેમેજટ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે, જેને સબમરીન, યુદ્ધ જહાજ, ફાઇટર પ્લેનો અને જમીનથી પણ લૉન્ચ કરી શકાય છે. બ્રહ્મોસ મિસાઇલને ભારત અને રશિયાએ સંયુક્ત ઉપક્રમ હેઠળ વિકસિત કરવામાં આવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.