Western Times News

Latest News from Gujarat

સગી બહેન પર વારંવાર દુષ્કર્મ કરનારની ધરપકડ

રાજકોટ,રાજકોટમાં દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર રહેતી ૪૫ વર્ષની મહિલાએ સગા ભાઈ વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.જેની પૂછપરછમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે, આરોપીએ અગાઉ તેના નાનાભાઈની પત્ની પર પણ બળાત્કાર કર્યો હતો અને કેસમાં તે ત્રણ વર્ષ જેલમાં પણ ગયો હતો.

હવસખોર ભાઈની વાસનાનો ભોગ બનેલી બહેને પોલીસ સમક્ષ પોતાની આપવીતી વર્ણવતાની સાથે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેણીના ૨૫ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા.લગ્ન જીવન દરમિયાન ૧૬ વર્ષ પૂર્વે પતિનું મૃત્યુ નિપજતા ભાઈ ભરત બહેનને લઈ ગયો હતો.તેણી માતા પિતા સહિતના પરિવાર સાથે રહેતી હતી. તે દરમિયાન ભરતે બહેન પાસે શરીર સંબંધની માંગણી કરી બળજબરીથી શરીર સબંધ બાંધ્યો હતો. તેણી માવતરમાં દોઢ વર્ષ રોકાણી તે દરમિયાન ભરતે ૧૦ થી ૧૫ વખત હવસનો શિકાર બનાવી હતી. ફરિયાદી મહિલાના જણાવ્યા પ્રમાણે, બાદમાં તેણીનું દિયર સાથે દિયર વટુ વાળવામાં આવ્યું હતું. હવસખોર ભરતે ત્યાર બાદ પણ તેણીના ઘરે જઈ દુષ્કર્મ આચરતો હતો.

તેણીએ કોથળીનું ઓપરેશન કરાવ્યાના ૩ માસ બાદ ભરત તેણીના ઘરે ગયો હતો અને જબરજસ્તી કરી દુષ્કર્મ કર્યું હતું. સગા ભાઈની વાસનાનો ભોગ બનેલી બહેને અંતે રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો નોંધી હવસખોર ભરતને ઝડપી લઇ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

ત્રણેક વર્ષ પૂર્વે ભરત ધોળકીયાએ સગા નાના ભાઇની પત્ની ઉપર પણ બળાત્કાર કર્યો હતો. જે અંગે પોલીસ દફતરે ફરીયાદ નોંધાતા ભરતની અટકાયત કરી જેલ હવાલે કરાયો હતો. જેલમાંથી છુટયા બાદ વાસનાના ભુખ્યા ભરતે સગી બહેનનો પીછો છોડયો ન હતો.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers