Western Times News

Gujarati News

સાઉથ બોપલ અને થલતેજ જેવા ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં પ્રોપર્ટીની માંગમાં વધારો

અમદાવાદમાં માગમાં 144 ટકાના વધારા સાથે એફોર્ડેબલ અને મિડ-સેગમેન્ટ હાઉસિંગની શોધ વધીઃ મેજિકબ્રિક્સ પ્રોપઇન્ડેક્સમાં ખુલાસો (Affordable and mid-segment housing finding greater traction as demand grows by 144% in Ahmedabad, reveals Magicbricks PropIndex)

નોઇડા,  એપ્રિલ-મે-જૂન, 2020ના ત્રિમાસિક ગાળા દરમિયાન રોગચાળાની માઠી અસરો અનુભવ્યા પછી અમદાવાદના રહેણાક બજારે સુધારાનાં સંકેતો આપ્યાં છે, કારણ કે પ્રોપર્ટી સર્ચમાં જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન 144 ટકાનો મોટો વધારો થયો છે એવી જાણકારી જુલાઈથી સપ્ટેમ્બર, 2020ના ત્રિમાસિક ગાળા માટેના મેજિકબ્રિક્સના પ્રોપઇન્ડેક્સ રિપોર્ટમાં મળી છે. ત્રિમાસિક ગાળા દરમિયાન શહેરમાં એફોર્ડેબલ વિસ્તારોમાં માગ વધવાને કારણે સરેરાશ કિંમતમાં 0.6 ટકાનો વધારો થયો હતો.

પ્રોપઇન્ડેક્સરિપોર્ટ સૂચવે છે કે, 2 BHK કન્ફિગરેશન અને ચોરસ ફૂટદીઠ રૂ. 4,000થી ઓછી કિંમત ધરાવતી પ્રોપર્ટીની શોધ વધારે થઈ હતી, ત્યારે BHK કન્ફિગરેશન ધરાવતી પ્રોપર્ટીની સર્ચ માગમાં 36 ટકાનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે, જે એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળા દરમિયાન 31 ટકાનો વધારો દર્શાવે છે.

શહેરના ગ્રાહકો મિડ-સેગમેન્ટ પ્રોપર્ટીઓ પછી એફોર્ડેબલ હાઉસિંગમાં વધારે રસ ધરાવે છે. એ નોંધવું પણ રસપ્રદ છે કે, જ્યારે ઓછી કિંમત ધરાવતી મિલકતોની કિંમતમાં વધારો થયો હતો, ત્યારે 5,000 ચોરસફીટથી વધારે મોંઘી પ્રોપર્ટીની કિંમતોમાં ઘટાડો થયો હતો.

શહેરના ઉત્તર અને પશ્ચિમના વિસ્તારોમાં માગ અને પુરવઠો એમ બંને વધારે જોવા મળે છે, ખાસ કરીને ચાંદખેડા, વૈષ્ણોદેવી, ગોતા, એસજી હાઇવે, સેટેલાઇટ, સાઉથ બોપલ અને થલતેજમાં. એસજી હાઇવે અને સરદાર પટેલ રિંગ રોડ સાથે સારી રીતે જોડાયેલા આ વિસ્તારો સામાજિક માળખા અને વાજબી કિંમત ધરાવતા પ્રોજેક્ટને કારણે પ્રોપર્ટીઓમાં ગ્રાહકોને સારો રસ છે.

પ્રોપઇન્ડેક્સરિપોર્ટ પર મેજિકબ્રિક્સના સીઇઓ શ્રી સુધીર પાઇએ કહ્યું હતું કે, “રહેણાક ક્ષેત્રના બજાર માટે આગામી 6થી 8 મહિના મહત્ત્વપૂર્ણ છે. રોગચાળાની શરૂઆત અને લોકડાઉનને કારણે ગ્રાહકોની પસંદગી બદલાઈ ગઈ છે. અત્યારે ગ્રાહકોના બજેટમાં ઘટાડો થવાથી તેઓ એફોર્ડેબલ પ્રોજેક્ટ તરફ વળ્યાં છે, પણ તેમને BHK કે સાઇઝની દ્રષ્ટિએ તેમની પસંદગી બદલી નથી.

તહેવારની સિઝન શરૂ થઈ હોવાથી અમને માગમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે અને કિંમતો જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા માટે સ્થિર છે. આ ઉદ્યોગ માટે સારી બાબત છે અને અમને આશા છે કે, ઉપભોક્તાનું ખરીદીનું સેન્ટિમેન્ટ સુધરતું રહેશે અને આગામી ત્રિમાસિક ગાળાઓમાં નાણાકીય વ્યવહારો વધશે.”

ગુજરાત સરકારે બહુમાળી ઇમારતો (70 કે વધારે માળ) અને જૂની શહેરી ઇમારતોનું રિડેવલપમેન્ટ કરવાની મંજૂરી આપી દીધી છે, તેમજ દિલ્હી સાથે બીજા બુલેટ ટ્રેન કોરિડોરથી શહેરના રિયલ એસ્ટેટની સંભવિતતામાં વધારો થવાની અપેક્ષા છે. ઉપરાંત વિદ્યાર્થીઓ, ઓછી આવક ધરાવતા જૂથો અને આર્થિક રીતે નબળા વર્ગો માટે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ નીતિને ગુજરાત સરકારે અધિસૂચિત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.