Western Times News

Gujarati News

સેનાએ લદાખથી પકડાયેલા સૈનિકને ચીનને પરત સોંપ્યો

Files Photo

નવી દિલ્હી: નવી દિલ્હીઃ ભારત-ચીન સરહદ પર મહિનાઓથી ચાલી રહેલા તણાવની વચ્ચે ભારતીય સેનાએ ચીનના આગ્રહને માનતા મંગળવારે સરહદની પાસેથી પકડાયેલા ચીની સૈનિકને સકુશળ પરત સોંપી દીધો છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ એક નિવેદન જાહેર કરી ભારતીય સેનાના સૈનિકને પરત સોંપવાનો આગ્રહ કર્યો હતો.

ચીની સેનાનું કહેવું છે કે આ સૈનિક કેટલાક પશુપાલકોને રસ્તો બતાવવાના ચક્કરમાં પોતે જ ભૂલથી ન્છઝ્ર પાર કરી ભારતીય સરહદમાં પ્રવેશ કરી ગયો હતો. નોંધનીય છે કે, ભારતીય સેનાએ સોમવારે કહ્યું હતું કે તેણે પીએલએના એક સૈનિકને પૂર્વ લદાખના ડેમચોક સેક્ટરમાં સોમવારે ત્યારે પકડાયો, જ્યારે તે એલએસી પર ભટકતો જોવા મળ્યો હતો. બુધવાર સવારે આ સૈનિકને પરત સોંપી દેવામાં આવ્યો છે.

ચીની સેનાએ ભારતીય સેનાને આ સકારાત્મક વ્યવહાર માટે આભાર વ્યક્ત કર્યો છે અહને મહિનાઓથી ચાલી રહેલા તણાવની વચ્ચે આ સારા સંકેત માન્યા છે. નોંધનીય છે કે ગલવાન ઘાટીમાં હિંસક ઘર્ષણ બાદથી બંને દેશોમાં તણાવ ચાલી રહ્યો છે અને ચીન-ભારતની વચ્ચે કમાન્ડર લેવલની આઠથી વધુ વાર વાતચીત થઈ ચૂકી છે.

ચીની સેનાએ કર્યો હતો આગ્રહઁ પીએલએની વેસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તા સીનિયર કર્નલ ઝાંગ શુઇલીએ દાવો કર્યો કે ચીની સૈનિક ૧૮ ઓક્ટોબરની સાંજે ચીન-ભારત સરહદ પર તે સમયે ગુમ થઈ ગયો હતો જ્યારે તે સ્થાનિક લોકોના અનુરોધ પર તેમના યાકના શોધવામાં મદદ કરી રહ્યો હતો.

આ ઘટનાના તરત બાદ પીએલએ સરહદ પર તૈનાત સૈનિકોએ તેની જાણકારી ભારતીય સેનાને આપી અને આશા વ્યક્ત કરી હતી કે ભારતીય પક્ષ તેની તપાસ અને બચાવમાં મદદ કરશે. ભારતીય પક્ષે ગુમ સૈનિકોને શોધીને તેની મદદ કરવા અને પરત કરવાનો વાયદો કર્યો હતો.

કર્નલ ઝાંગે કહ્યું કે, ભારતીય પક્ષથી મળેલી તાજેતરની જાણકારી મુજબ ગુમ ચીની સૈનિકને શોધી લીધો છે અને મેડિકલ તપાસ દબાદ તેને ચીનના હવાલે કરી દેવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે, સોમવારે ભારતીય સેના તરફથી કહેવામાં આવ્યું હતું કે પીએલએ સૈનિકની ઓળખ તરીકે થઈ છે જેને ડેમચોક સેક્ટરમાંથી ઝડપવામાં આવ્યો છે. ખૂબ જ ઠંડીને ધ્યાને લઈ તેને મેડિકલ સુવિધા, ભોજન અને ગરમ કપડા પૂરા પાડવામાં આવ્યા છે.

ભારતીય સેનાએ વધુમાં જણાવ્યું હતું કે, પીએલએ તરફથી ગુમ થયેલા સૈનિક વિશે માહિતી મેળવવા માટે અમને વિનંતી કરવામાં આવી છે. નિયત પ્રોટોકોલ મુજબ તમામ ઓફિશિયલ ફોર્માલિટીઝ પૂરી કર્યા બાદ ચુશુલ-મોલ્ડો મીટિંગ પોઇન્ટ ખાતે તેને ચીની અધિકારીઓને સોંપી દેવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.