Western Times News

Gujarati News

“વેતન નહીં વતન માટે” યુવાનોને નિવૃત્ત આર્મી જવાનની મેદાન પર મુલાકાતથી પ્રોત્સાહિત કર્યા 

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ટીંટોઈ ગામના ખેમાભાઈ અંબાભાઈ મોરી સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીલ સિક્યુરિટી ફોર્સ (અર્ધ લશ્કરી દળ)માં ૩૯ વર્ષ સુધી દેશની રક્ષા કરી ૫ મહિના અગાઉ વયનિવૃત્ત થયા હતા. નિવૃત્તિ લીધા બાદ અન્ય યુવાનો પણ દેશ માટે કંઈક કરી શકે તેવા ઉદ્દેશ સાથે ગામના ગૌચરને લશ્કરી ટ્રેનિંગ સેન્ટરની જેમ ફેરવી દઈ સ્થાનિક અને આજુબાજુના વિસ્તારના યુવાનોને આર્મીમાં જોડાવા માનસિક અને શારીરિક રીતે તૈયાર કરવા નિ:શુલ્ક તાલીમ કેમ્પ શરૂ કર્યો છે

જેમાં મોટી સંખ્યામાં ૧૦ થી વધુ ગામના યુવકો તાલીમ લઇ રહ્યા છે આ અંગેનો અહેવાલ મેરાન્યુઝમાં પ્રસિદ્ધ થતા જીલ્લા પોલીસવડા સંજય ખરાતે નિવૃત્ત આર્મી જવાનને પોલીસભવન ખાતે આમંત્રિત કર્યા બાદ સોમવારે ટીંટોઈ ગામે મેદાનની મુલાકાત લઇ આર્મી જવાનની દેશ ભક્તિને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા

અરવલ્લી એસપી સંજય ખરાતે સોમવારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવાની સાથે ટીંટોઈ અને દધાલિયા આઉટ પોલીસ સ્ટેશનની મુલાકાત કરી લોક સંવાદ કર્યો હતો અને રૂરલ પોલીસ સ્ટેશનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતીનો ચિતાર મેળવ્યો હતો

મોડાસા તાલુકના ટીંટોઈ ગામના સીઆઈએસએફ માં ૩૯ વર્ષ દેશની રક્ષા કરી નિવૃત્ત થયેલા ખેમાભાઈ અંબાભાઈ મોરી “વેતન માટે નહિ વતન” માટે નિઃશુલ્ક યુવાનોને આર્મીમાં જવા માટે શારીરિક માનસિક રીતે તૈયાર કરવાનું અનોખુ અભિયાન ચલાવાઇ રહ્યા છે

ત્યારે તેમની દેશભક્તિને સલામ કરવા જીલ્લા પોલીસવડા સંજય ખરાત ટીંટોઈ મેદાનમા પહોંચી ખેમાભાઈ મોરીની મુલાકાત કરી જરૂરી માર્ગદર્શન આપવાની સાથે કોઈ પણ જરૂરિયાત જણાય તો ધ્યાન દોરવા તાકીદ કરી હતી ખુદ જીલ્લા એસપી સંજય ખરાતે ખેમાભાઈ મોરી અને મેદાનની મુલાકાત લઇ પ્રોત્સાહિત કરતા નિવૃત્ત આર્મી જવાનનો હાંસલો બુલંદ બન્યો હતો

નિવૃત આર્મી જવાને એસપીને ટ્રેનિંગ અંગે જણાવ્યું હતું જેમાં યુવાનોને ફિઝિકલ ફિટનેશ માટે ૧૬૦૦ મીટર રનીંગ, ૧૦૦ મીટર ફાસ્ટ ટ્રેક દોડ,અને યોગ થકી શારીરિક મજબૂતી જળવાઈ રહે તે માટે યોગ ક્લાસ કરાવતા હોવાનું જણાવ્યું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.