Western Times News

Gujarati News

કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ કંપની સેની ઈન્ડિયાએ ઈન્ડસ્ટ્રીમાં એક નવી શરુઆત કરી

કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ & હેવી મશીનરીના લિડિંગ મેન્યુફેક્ચરર, સેની ઈન્ડિયાએ આગળ વધવાનું એક નવું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. કંપનીએ તેના પાર્ટનર્સને મહામારી દરમિયાન સરળતાથી સફર કરવામાં મદદ કરવા માટે ઘણાં પગલાં લીધાં છે. સેની ઈન્ડિયાએ ડીલર પાર્ટનર્સ માટે કેસ ફ્લોને ટકાવી રાખવા અને સુધારવા માટે અનેક પહેલ અમલમાં મૂકીને તેના તમામ 35 ડીલરોને પડકારજનક તબક્કામાં આગળ વધવામાં મદદ કરી.

આમાં કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ અને તેના સ્પેર પાર્ટ્સના સપ્લાય, કસ્ટમર્સને વિસ્તારિત વોરંટી સમર્થન અને લગભગ 1100થી વધુ એમ્પ્લોયી માટે વેતન સહાયતા સાથે મહામારી દરમિયાન ઈન્ડિયા અને સાઉથ એશિયામાં ડીલરના પેમેન્ટની ભૂમિકા માટે દરેક રિસીવરેબલ્સ પર ક્રેડિટ પીરિયડનું એક્સ્ટેંશન શામેલ હતું.

આ વિશે બોલતાં, સેની ઈન્ડિયા & સાઉથ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર, શ્રી દિપક ગર્ગ એ જણાવ્યું હતું કે, “મને લાગે છે કે અમે અમારા ડીલરોને તેમની જરૂરિયાત સમયે મદદ કરીને અમારી કંપનીની આર્થિક મજબૂતાઈને યોગ્ય દિશામાં લાવ્યા છીએ. અમારા ન્યાયી સમર્થનથી અમારા તમામ ડીલરોને તેમના બિઝનેસને અનિવાર્ય રીતે બંધ થવાના ભય વગર આ કટોકટીનો સામનો કરવામાં મદદ મળી છે.

કોવિડે અમને શીખવ્યું છે કે જો આપણે મુશ્કેલ સમયમાં એકબીજાને ટેકો આપીએ છીએ, તો આપણે એક મજબૂત અને વધુ પ્રતિબદ્ધ વર્કફોર્સ તરીકે ઉભરીશું.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “સેની ઈન્ડિયા ખાતે, અમે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે મહામારી અમારા એમ્પ્લોયીઝને કોઈ પણ રીતે અસર કરશે નહીં.”

સેની ઈન્ડિયા હંમેશાં ડીલરોને તેની વૃદ્ધિના આધારસ્તંભ માને છે અને આ કર્યોથી બ્રાન્ડમાં ડીલર પાર્ટનર્સના વિશ્વાસને પુષ્ટિ મળી છે. ડીલર્સને નોંધપાત્ર આર્થિક ટેકો પૂરા પાડવામાં સેનીના પ્રયત્નો મુશ્કેલ સમયમાં પરત્ત્નર્સને મદદ કરવા / નફા કરતાં મૂલ્યોને આગળ વધારવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

સેનીની સમયસર નાણાકીય સહાયને લીધે તેમના ડીલર્સ પર ત્રણ આયામી પ્રભાવ પડ્યો જેઓ તેમનો બિઝનેસ ટકાવી રાખવા, તેમના મેનપાવરને જાળવી રાખવા અને માર્કેટ ફરી શરૂ થવા પર ફૂલ ફોર્સ સાથે પરત ફરવા સક્ષમ હતા. આ સ્ટ્રેટેજીથી લોકડાઉન હટ્યા પછીના માત્ર 2 મહિના (ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2020)ના ટૂંકા ગાળામાં 2019ની સરખામણીમાં સેની ઈન્ડિયાને વિશાળ વૃદ્ધિ પામવા માટેનો માર્કેટ શેર મેળવવામાં મદદ મળી છે.

જો આપણે આ નંબરો પર નજર કરીએ તો, સેની ઈન્ડિયાએ એક્સક્વેટર્સમાં 14.5% (15% ગ્રોથ), ક્રોલર ક્રેન્સમાં 45% (80% ગ્રોથ), ટ્રક ક્રેન્સમાં 70% (10% ગ્રોથ), પાઈલિંગ રિગ્સમાં 75% (24% ગ્રોથ) અને મોટર ગ્રેડર્સમાં 11% (10% ગ્રોથ)નો માર્કેટ શેર પ્રાપ્ત કર્યો છે.અહીં ઉલ્લેખ કરવો યોગ્ય રહેશે કે જ્યારે વિશ્વભરની મોટા ભાગની કંપનીઓને તેમના એમ્પ્લોયીઝને છૂટા કરવાની ફરજ પડી છે ત્યારે પ્રમોશન અને ઈન્ક્રીમેન્ટની ઘોષણા કરીને સેની ઈન્ડિયા અલગ તરી આવે છે.

કંપનીની મજબૂત નાણાકીય સ્થિતીને તેના ઈક્વિપમેન્ટના દરેક પીસમાં ટોપ ક્લાસ ક્વોલિટી પ્રદાન કરવાના સંકલ્પ સાથે લોકલાઈઝેશન અને આર & ડી એફર્ટસ પરના તેના લોન્ગ- ટર્મ ફોક્સને આભારી છે. લોકડાઉન દરમિયાનનો સમય કસ્ટમર્સ અને ફાઈનાન્સરો સાથેના સંબંધોને મજબૂત કરવા, મલ્ટીપલ ટ્રેનિંગ્સ અને તેના વર્કફોર્સની સ્કિલને વધારવા અને નવી પ્રોડક્ટ્સ અને લોકલાઈઝેશન ઇનિશિએટીવ્સના ડેવલોપમેન્ટને ઝડપથી ટ્રેક કરવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.