Western Times News

Gujarati News

મહારાષ્ટ્રને ડાયમન્ડ અને જ્વેલરી માટે વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ સેન્ટર બનાવવા ઇચ્છું છું: ઉદ્ધવ ઠાકરે

જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગે ફરી એક વાર દુનિયા સામે પુરવાર કર્યું છે કે, આપણે કોઈ પણ મુશ્કેલી સ્થિતિસંજોગોનો સામનો કરવાની ક્ષમતા ધરાવીએ છીએ અને વિજેતા બની શકીએઃ શ્રી પિયૂષ ગોયલ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ તથા રેલવે મંત્રી

IIJS વર્ચ્યુઅલમાં હાલની સ્થિતિમાં વ્યવસાય સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર સેમિનારોની સીરિઝ યોજાશે

મુંબઈ: જેમ્સ એન્ડ જ્વેલરીના પ્રમોશન માટે સર્વોચ્ચ સંસ્થા ધ જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ(GJEPC)એ આજે GIAદ્વારા પાવર્ડ ઇન્ડિયા સૌપ્રથમ ઇન્ટરનેશનલ જ્વેલરી શૉIIJS વર્ચ્યુઅલ 2020 શોનું ઉદ્ઘાટન કર્યું હતું. GJEPCએ IIJSની 38મી એડિશનનું આયોજન કર્યું છે. જોકે રોગચાળાને કારણે ફિઝિકલ ટ્રેડ શો પ્રદર્શકો તેમજ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ માટે સંપૂર્ણપણે વર્ચ્યુઅલ છે. આ શો 5 દિવસ સુધી એટલે કે 16 ઓક્ટોબર, 2020 સુધી ચાલશે.

આ ઉદ્ઘાટન સમારંભમાં ગેસ્ટ ઓફ ઑનર્સ સ્વરૂપે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ તથા રેલવે મંત્રી શ્રી પિયૂષ ગોયલ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરે ઉપસ્થિત હતાં. તેમણે વર્ચ્યુઅલ રીતે સમારંભમાં ભાગ લીધો હતો અને દર્શકોને સંબોધન કર્યું હતું.

IIJS વર્ચ્યુઅલ 2020માં 330થી વધારે પ્રદર્શકો, 8000 રજિસ્ટર્ડ ગ્રાહકો, 2900 મીટિંગ્સ બુક થઈ ગઈ છે અને અમેરિકા, બ્રિટન, યુએઈ, કતાર, સિંગાપોર, બાંગ્લાદેશ, નેપાળ, ઓમાન, પાકિસ્તાન, હોંગકોંગ, ઇટાલી, ઇજિપ્ત, બેલ્જિયમ, તુર્કી, શ્રીલંકા, થાઇલેન્ડ, મલેશિયા, ચેક પ્રજાસત્તાક, કોપેનહેગન વગેરેમાંથી આશરે 200 મુલાકાતીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, “GJEPCએ બદલાતી જીવનશૈલીને સારી રીતે સ્વીકારી છે. આપણે બધા જીવનમાં ઉતારચડાવનો સામનો કરીએ છીએ, પણ આપણે જીવનમાં સતત આગળ વધવાનું જાળવી રાખવું જોઈએ. જો આ સામાન્ય ગાળો હોત, તો આપણે રૂબરૂ મળીને ખભેખભો મિલાવીને એક ઉત્સવની જેમ IIJSની ઉજવણી કરી હોત. જ્યારે આપણે જ્વેલરી અને ડાયમન્ડની વાત કરી રહ્યાં છીએ, ત્યારે આપણે જીવનમાં પવિત્ર તહેવારોને યાદ રાખવા જોઈએ. આપણે તમામ જીવનની યાદગાર ક્ષણોને ડાયમન્ડ અને જ્વેલરી સાથે ઉજવીએ છીએ.”

તેમણે ઉમેર્યું હતું કે, “ભારતમાં આપણે કાશ્મીરથી કન્યાકુમારી સુધી વિવિધતામાં એકતા ધરાવીએ છીએ, વિવિધ ભાષાઓ, વિવિધ પરંપરાઓ ધરાવીએ છીએ. એ જ રીતે આપણા દેશમાં દરેક રાજ્યમાં જ્વેલરીની વિશિષ્ટ પરંપરા છે. જ્વેલરી ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે અને મને તેના પર ગર્વ છે.”

તેમણે આ ઉદ્યોગને નવી ઊંચાઈ પર લઈ જતાં પાસાઓ પર કહ્યું હતું કે, “આપણે ડાયમન્ડમાં કુશળ છીએ. ડાયમન્ડ એક પત્થર નથી, પણ એને કટ અને પોલિશ કરવામાં આવે છે, ત્યારે વિશિષ્ટ ચમકદાર રત્ન બની જાય છે. ડાયમન્ડનું વિશ્લેષણ કરવું અને એને સમજવું સરળ કામ નથી. આ માટે વિશિષ્ટ કુશળતાની જરૂર છે, જે આપણે ભારતીયો ધરાવીએ છીએ. જ્વેલરી ડિઝાઇનિંગ, ટ્રેડિંગ અને વ્યવસાયના અન્ય પાસાઓની પણ જરૂર છે, જે આ ઉદ્યોગને નવી ઊંચાઈએ લઈ જશે.”

તેમણે ડાયમન્ડ અને જ્વેલરીમાં દુનિયાભરમાં મહારાષ્ટ્રનો ડંકો વગાડવા વિશે કહ્યું હતું કે, “અમે મહારાષ્ટ્રને ભારતની સાથે દુનિયામાં ડાયમન્ડ અને જ્વેલરીમાં નંબર 1 ટ્રેડિંગ સેન્ટર બનાવવા ઇચ્છીએ છીએ. હું ઉદ્યોગને વધારે ઇન્ટરેક્ટિવ રીતે આમંત્રણ આપું છું, જેથી આપણે આ વિઝનને સંયુક્તપણે સાકાર કરી શીકએ. મહારાષ્ટ્ર સરકાર જ્વેલરી વેપારને નવી ઊંચાઈએ લઈ જવા શક્ય તમામ કામગીરી કરશે. આપણે આપણી ડિઝાઇનિંગ સંસ્થાઓને વિકસાવવા શું કરવું જોઈએ એના પર પણ વિચાર કરવો જોઈએ.”

તેમણે કહ્યું હતું કે, “અમે મુંબઈમાં જ્વેલરી પાર્ક ઊભા કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. જો ઉદ્યોગને મહારાષ્ટ્ર સરકારની કોઈ પણ મદદની જરૂર હોય, તો અમે સાથસહકાર આપવા તૈયાર છીએ. પણ આપણે જે કંઈ પણ કરીએ, એમાં મહારાષ્ટ્રના લોકોને રોજગારી મળવી જોઈએ.”

તેમણે વર્ચ્યુઅલ શો યોજવા બદલ કાઉન્સિલને અભિનંદન આપતાં કહ્યું હતું કે, “અત્યારે આપણે સંપૂર્ણ દુનિયા સામે વર્ચ્યુઅલ રીતે આપણી જ્વેલરી પરંપરાને પ્રદર્શિત કરી રહ્યાં છીએ. હું આ માટે લીડ લેવા બદલ GJEPCને અભિનંદન આપું છું. જ્યારે તમે પરિવર્તનને સ્વીકારો છો, ત્યારે તમે પ્રગતિ કરી શકો છો.”

તેમણે તેમની વાત પૂરી કરતાં કહ્યું હતું કે, “આપણા દેશની પ્રગતિ અને વિકાસ માટે હું તમને બધાને આવકારું છું અને હું તમને મારી શુભેચ્છા પાઠવું છું. ચાલો આપણે સાથે મળીને કામ કરીએ, જેથી ભારતીય જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્ર દુનિયામાં નંબર 1 બને.”

ઉદ્ઘાટન સમારંભને સંબોધન કરતાં કેન્દ્રીય વાણિજ્ય અને રેલવે મંત્રી શ્રી પિયૂષ ગોયલે કહ્યું હતું કે, “મને જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન  કાઉન્સિલ (GJEPC) પર ખરેખર ગર્વ છે, જે અત્યારે દુનિયા રોગચાળાની માઠી અસરો સામે ઝઝૂમી રહી છે, ત્યારે કાઉન્સિલે આ કસોટીના સમયમાં મજબૂતી દર્શાવી છે. કાઉન્સિલે ટેકનોલોજીના માધ્યમથી કળાના સુંદર અને બારીક ડિઝાઇન ધરાવતા પીસો દર્શાવ્યાં છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “હકીકતમાં દુનિયાભરના ગ્રાહકો સુધી પહોંચવા ટેકનોલોજીનો સ્વીકાર ભારતીય વ્યવસાય, ભારતીય ઉદ્યોગની તાકાત દર્શાવે છે તથા ગ્રાહકો પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે, ખાસ કરીને તહેવારની સિઝન અગાઉ, જે ભારત અને દુનિયાભરમાં શરૂ થવાની છે. ભારતમાં નવરાત્રિ, દશેરા અને દિવાળી તહેવારો નજીકમાં છે તથા દુનિયામાં નાતાલ અને નવા વર્ષની ઉજવણી થશે. આ તહેવારોમાં આપણે લોકોના જીવનમાં આનંદ અને ઉત્સાહને ફરી લાવી શકીએ. તેમનો મૂડ બદલી શકીએ. મને એ વાતની પણ ખુશી છે કે, ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ થયો છે અને આપણે આ સંપૂર્ણ વર્ચ્યુઅલ અનુભવને એટલી શ્રેષ્ઠ રીતે આપી રહ્યાં છીએ કે, વર્ચ્યુઅલ પ્રદર્શનમાં જ્વેલરીના પીસને સ્પર્શ કરતાં હોય એવી લાગણી થાય છે.”

તેમણે વધુમાં કહ્યું હતું કે, “એક જાણીતી કહેવત છેઃ ઘર્ષણ વિના હીરો ન ચમકે અને કસોટી વિના માણસનું હીર ન ઝળકે. મારું માનવું છે કે, જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગે દુનિયા સામે એક વાર ફરી પુરવાર કર્યું છે કે, આપણે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવાની ક્ષમતા ધરાવીએ છીએ અને વિજેતા થઈ શકીએ છીએ તથા દરેક કસોટીમાં ભારતે દુનિયાને દર્શાવ્યું છે કે, આપણે તેમના વિશ્વાસુ પાર્ટનર છીએ, વિશ્વસનિય સપ્લાયર છીએ, તમે અમારી સાથે જોડાઈ શકો છો તથા સફળતાના મીઠા ફળ ચાખી શકો છો તથા કોઈ પણ પ્રકારની મુશ્કેલી સામે લડી શકીએ છીએ, જેની ક્ષમતા ભારતીય વ્યવસાયિકો અને ઉદ્યોગસાહસિકોનાં લોહીમાં છે.”

GJEPCના ચેરમેન કોલિન શાહે પ્રારંભિક સંબોધનમાં કહ્યું હતું કે, “આ શોને પ્રદર્શક કંપનીઓ અને ગ્રાહકો એમ બંને પાસેથી એકસમાન જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. મને ખાતરી છે અને મને આશા છે કે, IIJS વર્ચ્યુઅલ જેમ્સ એન્ડ જ્વેલરી વ્યવસાયને તહેવારની સિઝન અગાઉ અતિ જરૂરી વેગ આપશે.

જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સુરત ડાયમન્ડ ફેક્ટરીઓ સાથે સક્રિયપણે કાર્યરત છે, જે 90 ટકા ક્ષમતા સાથે કામ કરી રહી છે. GJEPC સુધારાઓ માટે સરકાર સાથે સતત કાર્યરત છે, જેમ કે ઇ કોમર્સ, ગોલ્ડ મોનેટાઇઝેશન, સેઝ નીતિ, SNZમાં વેચાણ, જે વેપારને વેગ આપવા આવશ્યક સુધારાઓ છે.

હું વાણિજ્યિક મંત્રાલય, નાણાં મંત્રાલય અને મહારાષ્ટ્ર સરકારનો સાથસહકાર અને માર્ગદર્શન માટે આભાર માનું છું, જેમણે અમને સમયસર નીતિગત અધિસૂચનાઓ આપીને સાથસહકાર આપ્યો છે તેમજ આ પડકારજનક સમયમાં ઉદ્યોગની ગાડીને ફરી પાટે ચઢાવવામાં મદદ કરી હતી.”

કોલિન શાહે ઉમેર્યું હતું કે, “અમેરિકા, હોંગકોંગ અને મધ્ય પૂર્વ, એશિયાના દેશોમાં માગ છે. ધીમે ધીમે અને તબક્કાવાર રીતે ઉદ્યોગમાં માગ વેગ પકડી રહી છે અને નિકાસ કોવિડપૂર્વેના સ્તરે પહોંચવા અગ્રેસર છે. અમારા વર્ચ્યુઅલ પ્લેટફોર્મની ગ્રાહકો અને પ્રદર્શકો એમ બંને પાસેથી એકસરખી પ્રશંસા મળી છે.

 

GJEPCના વાઇસ ચેરમેન વિપુલ શાહે કહ્યું હતું કે,“સંયુક્તપણે જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગે મજબૂતી દેખાડી છે, સ્થિતિસંજોગોને સારી રીતે સ્વીકાર્યા છે અને રોજિંદા વ્યવસાયમાં ડિજિટલ માધ્યમોનો મહત્તમ અસરકારક ઉપયોગ કર્યો છે. સંપૂર્ણપણે જોઈએ તો ઉદ્યોગે નવા સ્થિતિસંજોગોને ઝડપથી સ્વીકાર્યા છે. IIJS વર્ચ્યુઅલ મજબૂત ડિજિટલ માળખાનું નિર્માણ કરવાનો પ્રયાસ છે, જે ભારતનાં અગ્રણી ઉત્પાદકોને પ્રદર્શિત કરે છે તથા તેમને ભારત અને દુનિયાભરના ગ્રાહકો સાથે જોડે છે. મને ખાતરી છે કે, આ શો ક્ષેત્ર માટે વ્યવસાય, વેપાર અને નિકાસને બદલવામાં પથપ્રદર્શક ભૂમિકા અદા કરશે.”

IIJSવર્ચ્યુઅલના કન્વેનર શૈલેષ સાંગાણીએ કહ્યું હતું કે, “આ નવું ચેપ્ટર છે અને GJEPCના ઇતિહાસમાં નવી શરૂઆત છે, જેમાં IIJS જેવા મેગા શૉનું આયોજન પહેલી વાર વર્ચ્યુઅલી થયું છે.

લેટેસ્ટ ટેકનોલોજીના ઉપયોગ સાથે પ્લેટફોર્મ ફિઝિકલ પાસાંઓ સાથે સારી રીતે સંકલિત છે. આ સુસજ્જ ડિજિટલ માળખું છે તથા વિક્રેતાઓ અને ગ્રાહકો વચ્ચે વન-ઓન-વન બેઠકોની સુવિધા આપે છે. ગ્રાહક અને પ્રદર્શક એમ બંનેને 2ડી અને 3ડી સ્ટોલ, ડેશબોર્ડ સાથે શ્રેષ્ઠ અનુભવ મળશે તેમજ લાઇવ પ્રોડક્ટ ઓફર સાથે મીટિંગ ઇન્ટરફેસની સુવિધા આપશે.”

GIAઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રીરામ નટરાજને કહ્યું હતું કે,“હું IIJS વર્ચ્યુઅલ 2020માં એકમંચ પર અમને લાવવા બદલ GJEPCનો આભાર માનું છું. GJEPC સાથે GIA ઘણા વર્ષોથી જોડાણ ધરાવે છે. ચાલુ વર્ષે અમને નવા વર્ચ્યુઅલ અવતારમાં IIJSમાં સામેલ થવાની ખુશી છે.”

આ પાંચ દિવસના વર્ચ્યુઅલ શોમાં ઉદ્યોગના શ્રેષ્ઠ વ્યાવસાયિકોની સેમિનારોની સીરિઝ યોજાશે, જેઓ હાલની સ્થિતિમાં તમારા વ્યવસાય માટે અતિ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરશે, જેમાં આઉટલૂક 2021 ગોલ્ડ, ડાયમન્ડ એન્ડ પ્લેટિનમ; રોગચાળામાં રિટેલનું વર્ચ્યુઅલ ટ્રાન્સફોર્મેશન; ડિઝાઇન ડાયરેક્શન 2021; સિલ્વરમાં નિકાસની તકો; ડિજિટલ પરિવર્તન; ફેસલેસ આકારણી સામેલ છે.

IIJS વર્ચ્યુઅલ 11 ઓક્ટોબરના રોજ વેલ્કમ ઇવનિંગ સાથે શરૂ થયો હતો. ત્યારબાદ પાંચ દિવસીય શો શરૂ થશે. યુવા પેઢીમાં બેસ્ટ-સેલિંગ નોવેલ્સના લેખક અને મોટિવેશન સ્પીકર ચેતન ભગત વેલ્કમ ઇવનિંગના સ્ટાર હતા. જ્યારે કોલિન શાહે ભગત સાથે વાત કરી હતી, ત્યારે તેમણે કોવિડ સામેની લડાઈમાં ઉદ્યોગના સહિયારા પ્રયાસો વિશે જાણકારી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.