Western Times News

Gujarati News

ભારત અને સંયુકત રાજય અમેરિકા વચ્ચે ટુ પ્લસ ટુ મંત્રી સ્તરીય બેઠક

અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિઓ અને રક્ષા પ્રમુખ માઇક ઇસ્પર જયશંકર અને રાજનાથસિંહની સાથે ચર્ચા માટે ૨૭ ઓકટોબરે ભારત આવી રહ્યાં છે.

નવીદિલ્હી, ભારત અને સંયુકત રાજય અમેરિકા વચ્ચે આગામી અઠવાડીયે નવીદિલ્હીમાં ત્રીજી ટુ પ્લસ ટુ મંત્રી સ્તરીય બેઠક યોજાશે તેમાં સામેલ થવા માટે અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિઓ અને ત્યાંના રક્ષા પ્રમુખ માઇક ઇસ્પર પોતાના ભારતીય સમકક્ષો એસ જયશંકર અને રાજનાથસિંહની સાથે ચર્ચા માટે ૨૭ ઓકટોબરે ભારત આવી રહ્યાં છે.

સચિવ ઇસ્પરને એક થિંક ટૈક અટલાંટિક કાઉસિલમાં આગામી ટુ પ્લસ ટુની બાબતમાં એક સવાલનો જવાબ આપતા કહ્યું કે સચિવ પોમ્પિયો અને તે આગામી સપ્તાહે ભારત જશે.તેમણે એ પણ પુછયુ આ ભારતીયોની સાથે અમારી બીજી ટુ પ્લસ ટુ બેઠક છે.સંયુકત રાજય અમેરિકા અને ભારત માટે ત્રીજી અને ખુબ મહત્વપૂર્ણ બેઠક થનાર છે.

તેમણે કહ્યું કે ભારત અમારા માટે સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર હશે મને લાગે છે કે ઇડો પેસિફિકમાં ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે એક ખુબ જ સક્ષમ દેશ છે અહીં ખુબ પ્રતિભાશાળી લોકો છે દરેક દિવસે હિમાલયમાં ચીની આક્રમકતા ખાસ કરીને વાસ્તવિક નિયંત્રણ રેખાની સાથે જાેવા મળી રહી છે.

ભારત અને અમેરિકા વચ્ચે આ ત્રીજી ટુ પ્લસ ટુ બેઠક થઇ ભારત બીજી વાર તેની મેજબાની કરવા જઇ રહ્યું છે.૨૦૧૯માં વોશિંગ્ટન ડીસીમાં આ ચર્ચા થઇ હતી.અમેરિકાના એક વરિષ્ઠ રાજદ્વારીએ કહ્યું કે ભારત અને અમેરિકાના સંબંધ કોઇ રાજદ્વારી પક્ષથી ખુબ મોટા છે તથા દુનિયાના બે સૌથી મોટા લોકતંત્રોની વચ્ચે સંબંધોને આ બંન્ને પક્ષોનું સમર્થન પ્રાપ્ત છે.

ભારત અને બાંગ્લાદેશની તાજેતરમાં યાત્રા કરનારા અમેરિકાના ઉપ વિદેશ મંત્રી સ્ટીફન ઇ બીગને કહ્યું કે અમેરિકા ભારતના સંબંધોમાં મહત્વપૂર્ણ વાત એ છે કે અહીં કોઇ પણ રાષ્ટ્રપતિ હોય તેણે પોતાના પૂર્વવર્તીથી વિરાસમાં મળેલા સંબંધોને સારી સ્થિતિમાં છોડયા છે અને આ એક અદ્‌ભૂત ધરોહર છે.

બીગને અમેરિકી વિદેશ વિભાગના લંડન રીજનલ મીડિયા હબ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં સવાલોના જવાબ આપી રહ્યાં હતાં તેમણે કહ્યું કે આ સંબંધ કોઇ રાજકીય પક્ષથી ખુબ મોટા છે વરિષ્ઠ અમેરિકી રાજદ્વારીની આ ટીપ્પણી ખુબ મહત્વપૂર્ણ છે કારણ કે આ એવા સમયે આવી છે જયારે કેટલાક દિવસ બાદ ત્રણ નવેમ્બરે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ચુંટણી થનાર છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.