Western Times News

Gujarati News

ભારતમાં સંક્રમિતોનો આંક ૭૬ લાખને પાર પહોંચી ગયો

નવીદિલ્હી, ભારતમાં કોરોના સંક્રમણના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળી રહ્યો છે મંગળવારે જાહેર થયેલા આંકડો ૫૦ હજારની નીચે આવ્યો હતો જયારે આજે તે આંકડો ૫૪ હજારે પહોંચ્યો છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૫૪,૦૪૪ નવા પોઝીટીવ કેસો નોંધાયા છે આ ઉપરાંત કોવિડ ૧૯ના કારણે ૭૧૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા ઘટીને ૭૬,૫૧,૧૦૮ થઇ ગઇ છે.આ ઉપરાંત ભારતમાં કોવિડ ૧૯ની મહામારી સામે લડીને ૬૭ લાખ ૯૫ હજાર ૧૦૩ લોકો સાજા પઇ થઇ ચુકયા છે હાલ ૭,૪૦,૦૯૦ એકિટવ કેસ છે દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૧૫,૯૧૪ લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે.

આઇસીએમઆરએ આજે જાહેર કરેલા આંકડાઓ અનુસાર ૨૦ ઓકટોબર સુધીમાં ભારતમાં કુલ ૯,૭૨,૦૦,૩૭૯ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે એ યાદ રહે કે મંગળવારના ૨૪ કલાકમાં ૧૦,૮૩,૬૦૮ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતની વાત કરીએ તો ૨૦ ઓકટોબરે કોરોના વાયરસના ૧૧૨૬ નવા કેસ પોઝીટીવ નોંધાયા છે જયારે ૧૧૨૮ દર્દીઓ સાજા થતા તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. ૨૪ કલાકમાં રાજયના જુદાજુદા વિસ્તારોમાં કોરોનાથી આઠ દર્દીઓના મોત નિપજયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.