Western Times News

Latest News from Gujarat

નલ સે જલ યોજનાને સકારાત્મક પ્રતિસાદ : 13166 જોડાણ નિયમિત થયા

Files Photo

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ,  રાજયનો કોઈપણ નાગરીક પાણીથી વંચિત ન રહે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ “નલ સે જલ” યોજના જાહેર કરી છે. સદ્‌ર યોજના અંતર્ગત પાણીના ગેરકાયદે જાેડાણોને કાયદેસર કરી આપવામાં આવે છે

તદ્દપરાંત ગેરકાયદેસર બાંધકામો અને સરકારી જમીન પર થયેલા બાંધકામોમાં પણ પાણીના જાેડાણ આપવાની નીતિ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે.

રાજય સરકારની જાહેરાત બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ “નલ સે જલ”યોજનાનો અમલ શરૂ કર્યો છે.

જેનેસકારાત્મક પ્રતિસાદ મળી રહયો છે સદ્દર યોજનાનો લાભ છેવાડાના માનવીને પણ મળી રહે તે માટે શાસક પક્ષ તરફથી ખાસ કેમ્પેઈન પણ શરૂ કરવામાં આવ્યુ છે.

શહેરના જે વિસ્તારોમાં પાણીના નેટવર્ક નથી અથવા ટેન્કર રાજ ચાલી રહયા છે તે વિસ્તારોમાં પણ કોમન જાેડાણ આપવા માટે સક્રિય વિચારણા ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને “નલ સે જલ” યોજના અંતર્ગત કુલ 13166 નવા જાેડાણ આપ્યા છે અથવા નિયમિત કરવામાં આવ્યા છે.

મ્યુનિ. ઠરાવ મુજબ રૂા.પ૦૦ ભરાવી ૩૩ તથા રૂા.પ૦૦ ભરાવ્યા વિના તમામ પુરાવા સાથે ના જાેડાણ મળી કુલ 13166 જાેડાણ આપવામાં આવ્યા છે.

શહેરના ઉત્તર- પશ્ચિમ ઝોનમાં 3464, મધ્યઝોનમાં 102 ,પૂર્વ ઝોનમાં 4194,પશ્ચિમઝોનમાં 998, ઉતરઝોનમાં 2441, દક્ષિણ પશ્ચિમઝોનમાં 856 તેમજ દક્ષિણઝોનમાં 1111 જોડાણ નિયમિત કરવામાં આવ્યા છે. તેમજ તેટલાજ યુનિટના ડ્રેનેજ જોડાણ નિયમિત થયા છે.

નલ સે જલ યોજનાનો સૌથી વધુ લાભ પૂર્વઝોઝોન ને મળ્યો છે. પૂર્વઝોનના 4194પરિવારને કાયદેસર જાેડાણ આપવામાં આવ્યા છે.

મ્યુનિ. સૂત્રોએ જણાવ્યા મુજબ નવા જાેડાણ આપ્યા બાદ પણ શહેરમાં પાણીની તંગી થાય તેવી કોઈ શક્યતા નથી. તંત્ર પાસે પૂરતા પ્રમાણમાં વો.ડી સ્ટેશન અને નેટવર્ક છે. મ્યુનિ. કોર્પોરેશન વસ્તીના આાધારે વો.ડી. સ્ટેશન અને નેટવર્ક તૈયાર કરે છે

તેમાં કાયદેસર કે ગેરકાયદેસર જાેડાણની ગણત્રી થતી નથી. યોજનાના કારણે પાણીનું સિવિલ વોર બંધ થશે પરંતુ ડ્રેનેજ જોડાણના કારણે પાણી બેક મારવાની સમસ્યા વકરી શકે છે.

જે તે સમયે વસ્તીને ધ્યાનમાં લઈને ડ્રેનેજ નેટવર્ક અને પંપિંગ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ થયેલ નવા બાંધકામોના કારણે ડ્રેનેજ સમસ્યા વકરી રહી છે. જયારે નવા જોડાણ આપવાના કારણે સમસ્યા ગંભીર બની શકે છે.તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers