Western Times News

Gujarati News

મોદી સરકાર ખેડૂતોને ખાતર ખરીદવા દર વર્ષે 5000 રૂપિયા આપશે

નવી દિલ્હી, મોદી સરકાર તરફથી દેશના કરોડો ખેડૂતોને વધુ એક ખુશખબર મળે તેવા ભણકારા વાગી રહ્યા છે.

હાલમાં ખેડૂતોને પ્રધાનમંત્રી સન્માન નિધિ સ્કીમ હેઠળ વર્ષે 6000 રુપિયાની મદદ આપવામાં આવે છે.આ સિવાય ખેડૂતોને બીજા 5000 રુપિયા આપવાની તૈયારી કેન્દ્ર સરકાર કરી રહી છે.આ રકમ તેમને ખાતર ખરીદવા માટે આપવામાં આવશે.કારણકે સરકાર હવે ખાતર કંપનીઓને ખેડૂતોને સસ્તા ભાવે ખાતર મળે તે માટે અપાતી સબસિડી આપવાની જગ્યાએ આ રકમ સીધી ખેડૂતોના હાથમાં મુકવા માંગે છે.

સરકારે બનાવેલા કમિશન ફોર એગ્રિકલ્ચરલ કોસ્ટ્સ એન્ડ પ્રાઈસીસ દ્વારા કેન્દ સરકારને આ માટે ભલામણ કરવામાં આવી છે.કમિશન ઈચ્છે છે કે, વર્ષમાં બે વખત ખેડૂતોને 2500 રુપિયા આપવામાં આવે.જેથી તેઓ ખેતીની બે સિઝન શરુ થાય તે પહેલા ખાતર ખરીદી શકે.

જો સરકારે આ ભલામણ માની લીધી તો ખેડૂતો પાસે વધારે કેશ ઉપલબ્ધ થશે.કારણકે સબસિડીની રકમ સીધી તેમના ખાતામાં આવશે.

હાલમાં ખાતર કંપનીઓને સબસિડી આપવામાં આવે છે અને આ સિસ્ટમમાં વ્યાપક ભ્રષ્ટાચાર હોવાની બૂમો પડતી રહી છે.સહકારી સમિતિઓ અને ભ્રષ્ટ અધિકારીઓના કારણે ખાતરની અછત ઉભી થાય છે અને ખેડૂતો છેવટે મોંઘા ભાવે ખાતર ખરીદવા માટે મજબૂર બને છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.