Western Times News

Gujarati News

તાઈવાનના રોકાણથી ભારતમાં 65,000 લોકોને નોકરીઓ મળીઃ તાઈવાનના વિદેશ મંત્રી

તાઈપેઈ, ચીનની નારાજગીની પરવા કર્યા વગર ભારત તાઈવાન સાથે સબંધો સુધારવા માટે એક પછી એક પગલા ભરી રહ્યુ છે.ભારતે તાઈવાન સાથે એક અલગ દેશ તરીકે ટ્રેડ ડીલ કરવા માટે વિચારણા શરુ કરી છે ત્યારે તાઈવાનના વિદેશ મંત્રી જોસેફ વુએ એક મહત્વનુ નિવેદન આપ્યુ છે.

ભારત અને તાઈવાનના સબંધો માટે તેમણે કહ્યુ છે કે, 2016થી તાઈવાન ભારત સાથેના સબંધો ગાઢ બનાવવા માટે પ્રયાસો કરી રહ્યુ છે.બંને દેશના લોકો વચ્ચે સબંધો સુધરે તે માટે પણ અમે ભાર મુકી રહ્યા છે.એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં વુએ કહ્યુ હતુ કે, ભારત અને તાઈવાન વચ્ચે સ્વાસ્થ્ય, કૃષિ અને શિક્ષણ ક્ષેત્રમાં સહયોગની દિશામાં સારી પ્રગતિ થઈ છે.

ભારતમાં તાઈવાનનુ રોકાણ વધી રહ્યુ છે.હાલમાં તાઈવાનનુ રોકાણ 16000 કરોડ રુપિયા જેટલુ છે.જેનાથી ભારતમાં 65000 લોકોને રોજગારી મળી છે.આ સારી ગુણવત્તાવાળી નોકરીઓ છે અને તાઈવાન ભારતમાં રોકાણ કરવાનુ ચાલુ રાખશે.

તેમણે કહ્યુ હતુ કે, જો ભારત સરકાર તાઈવાન સાથે વેપારી સબંધો સુધારવા માટે વધારે પ્રયાસ કરશે તો બંને દેશના આર્થિક સબંધોમાં વધારે મજબૂતી આવશે.તાઈવાનના ઘણા રોકાણકારો ચીનમાંથી ભારતમાં સ્થળાંતર કરી રહ્યા છે.

રોકાણકારો હંમેશા અનુકુળ જગ્યાઓ પસંદ કરતા હોય છે.એ હિસાબે તાઈવાનના રોકાણકારો અમેરિકા, સાઉથ ઈસ્ટ એશિયાના દેશો કે પછી ભારતમાં રોકાણ કરશે.કારણકે તેમને લાગે છે કે, આ દેશો તાઈવાનના મિત્ર છે અને તેમને અહીંયા અનુકુળ વાતાવરણ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.