Western Times News

Latest News from Gujarat

મારૂતિ સુઝુકી વિટારા બ્રેઝાએ 5.5 લાખ વેચાણ સાથે સેગમેન્ટનું નેતૃત્વ કર્યું

 વિટારા બ્રેઝા તેના નવા સ્વરૂપમાં સબકોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં અગ્રેસર, ઓલ-ન્યુ પાવરફુલ 1.5 લીટર કે-સીરિઝ બીએસ6 પેટ્રોલ એન્જિનથી સજ્જ

ભારતની નં. 1 કોમ્પેક્ટ એસયુવી મારૂતિ સુઝુકી વિટારા બ્રેઝા માત્ર 4.5 વર્ષના ટૂંકા સમયમાં 5.5 લાખથી વધુ વેચાણની ઉજવણી કરી રહી છે. આ અત્યાર સુધીમાં કોઇપણ કોમ્પેક્ટ એસયુવીનું સૌથી ઝડપી વેચાણ છે. SUV Maruti Suzuki Vitara Brezza leads the pack with 5.5 lakh sales વર્ષ 2016માં લોન્ચ કરાયેલી વિટારા બ્રેઝા સેગમેન્ટમાં ન જોવા મળેલા આકર્ષક દેખાવ સાથે એસયુવી સેગમેન્ટમાં ક્રાંતિ લાવી હતી. તેણે દેખાવ, પ્રદર્શન અને સરળ ડ્રાઇવિંગ બાબતે સંપૂર્ણ પેકેજ હોવા તરીકે વિવેચકો અને ગ્રાહકો તરફથી પ્રશંસા પ્રાપ્ત કરી છે. શરૂઆતથી જ બ્રાન્ડ વિટારા બ્રેઝા કોમ્પેક્ટ એસયુવી ગ્રાહકોની ઉભરતી જરૂરિયાતો અને વિશિષ્ટ લાઇફ સ્ટાઇલ પ્રદાન કરવા માટે સફળતાપૂર્વક ડિઝાઇન કરવામાં આવી હતી.

ગ્રાહકોની ઝડપથી બદલાતી જરૂરિયાતોને પ્રતિસાદ આપતાં ઓલ-ન્યુ વિટારા બ્રેઝાને વર્ષ 2020માં નવેસરથી રજૂ કરાઇ હતી. હવે મજબૂત અને પાવરફુલ 4 સિલિન્ડર 1.5 લીટર કે-સીરિઝ બીએસ6 પેટ્રોલ એન્જિનથી સજ્જ અને સૌથી વધુ એવોર્ડ ધરાવતી આ કોમ્પેક્ટ એસયુવી પાવર, સ્પોર્ટીનેસ અને બેજોડ ડ્રાઇવિંગ અનુભવનું ઉત્તમ મિશ્રણ ઓફર કરે છે.

વિટારા બ્રેઝા પાસે બિગ, રિસ્પોન્સિવ અને પેપ્પી 1.5-લીટર પેટ્રોલ એન્જિનનો વિશિષ્ઠ લાભ છે. ગ્રાહકો તેમની જરૂરિયાત મૂજબ બેજોડ રિફાઇનમેન્ટ અને ઉત્તમ પાવર ડિલિવરી પ્રાપ્ત કરે છે.

આ સફળતા અંગે પ્રતિક્રિયા આપતાં મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (સેલ્સ અને માર્કેટિંગ) શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “વિટારા બ્રેઝાએ તેના લોન્ચથી જ કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં પ્રભુત્વ હાંસલ કર્યું છે. એક ટ્રેન્ડસેટર તરીકે તે બોલ્ડ ડિઝાઇન લેંગ્વેજ, પાવરફુલ પર્ફોર્મન્સ અને સ્પોર્ટી કેરેક્ટર સાથે એસયુવી ખરીદદારના જુસ્સાને પરિપૂર્ણ કરે છે. તે ઝડપથી સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત કોમ્પેક્ટ એસયુવી બની છે અને સેલ્સ ચાર્ટમાં પણ પ્રભુત્વ હાંસલ કર્યું છે.

પાવરફુલ 1.5લીટર પેટ્રોલ એન્જિન અને સંખ્યાબંધ ડિઝાઇન અપડેટની રજૂઆત સાથે વિટારા બ્રેઝાએ ગ્રાહકોની ખુશીમાં વધારો કર્યો છે અને સેગમેન્ટમાં પોતાની સ્થિતિને મજબૂત કરી છે. વિટારા બ્રેઝાનું આ 5.5 લાખ વેચાણનું સીમાચિહ્ન ગ્રાહકોની વર્તમાન પસંદગી અને બજારના પ્રવાસો અનુરૂપ મારૂતિ સુઝુકીના પોર્ટફોલિયોમાં સતત નવીનીકરણ અને મજબૂતાઇ માટેના અમારા પ્રયાસોનો પુરાવો છે.”

વિશિષ્ટ ડિઝાઇન અને સુંદર ઇન્ટરપ્લે પ્રપોર્શનથી બ્રેઝાને સેગમેન્ટમાં અન્યોની સામે સફળતા હાંસલ કરવામાં મદદ મળી છે.પરફેક્ટ ફ્લોન્ટ મશીન માટે ડિઝાઇન કરાયેલી આ બોલ્ડ એસયુવી કેરેક્ટર, ડ્યુઅલ-ટોન રૂફ, સ્ટ્રાઇકિંગ ન્યુ એલઇડી હેડલેમ્પ અને ડીઆરએલ અને સ્પોર્ટી ઇન્ટિરિયર્સ ધરાવે છે.

વધુમાં તેના એડવાન્સ્ડ ઓટોમેટિક ટ્રાન્સમીશન કે જેમાં હિલ હોલ્ડ આસિસ્ટ ફીચર્સ સાથે નેક્સ્ટ જનરેશન સ્માર્ટ હાઇબ્રિડ ટેક્નોલોજી સામેલ છે. ડ્યુઅલ બેટરી સિસ્ટમ વિટારા બ્રેઝામાં ઓટોમેટિક માટે પ્રતિ લીટર 18.76 કિમીની ઉત્તમ ઇંધણ કાર્યક્ષમતા અને મેન્યુઅલ માટે પ્રતિ લીટર 17.03 કિમીની ઇંધણ કાર્યક્ષમતા પ્રદાન કરે છે. તેમાં આઇડલ સ્ટોપ-સ્ટાર્ટ અને ટોર્ક આસિસ્ટ ફંક્શન્સ સાથે રિજનરેટિવ બ્રેક એનર્જી પણ સામેલ છે. વધુમાં સાહજિક તકનીકી વિશેષતાઓ વિટારા બ્રેઝાના નવા વર્ઝનની સફળતા માટે કારણભૂત રહી છે.

ગ્રાહકોએ ખુલા દિલથી 1.5 લીટર પેટ્રોલ એન્જિનને સ્વિકાર્યું છે, જે વિટારા બ્રેઝાને સેગમેન્ટમાં વિશેષ એડવાન્ટેજ પ્રદાન કરે છે, જ્યારેકે અગાઉ સેગમેન્ટ નાના પેટ્રોલ એન્જિનથી ભરપૂર હતું. તેના મોટો પેટ્રોલ એન્જિનનો મતલબ વધુ ટોર્ક અને થોડા ગિયરશિફ્ટ્સ માટે તમામ આરપીએમ ઉપર સારી પાવર ડિલિવરી. તેનાથી વધુ ઇંધણ કાર્યક્ષમતા મળે છે, સારું રિફાઇનમેન્ટ ડિલિવર થાય છે અને બેજોડ એનવીએચ પ્રાપ્ત થાય છે.

આ વર્ષે લોન્ચ કરાયેલી ઓલ-ન્યુ વિટારા બ્રેઝાના માત્ર છ મહિનામાં 32,000 યુનિટ્સનું વેચાણ થઇ ગયું છે. તે સેગમેન્ટમાં સૌથી વધુ વેચાણ ધરાવતી કોમ્પેક્ટ એસયુવી પૈકીની એક તરીકે ઉભરી આવી છે, જે પરંપરાગત રીતે ડીઝલ આધારિત હતું. આમ એસયુવી સાથે ડીઝલ પસંદગીની ગેરમાન્યતા દૂર થઇ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers