Western Times News

Gujarati News

જમ્મુ કાશ્મીર અને લેહને ચીનનો હિસ્સો બતાવવા પર ટિ્‌વટરને ચેતવણી

નવીદિલ્હી, ભારત સરકારે દેશનું ખોટું માનચિત્ર બતાવવાને લઇ ટિ્‌વટરને કડક ચેતવણી આપી છે.સરકારે કહ્યું કે દેશની સંપ્રભુતા અને અખંડતાની અસમ્માન કરવાના ટિ્‌વટરનો દરેક પ્રયાસ અસ્વીકાર્ય છે.જયારે ટિ્‌વટરે કહ્યું કે તે સંદેશનાઓનું સમ્માન કરે છે અને સરકારની સાથે કામ કરવા માટે પ્રતિબધ્ધ છે.

માહિતી અને ટેકનોલોજી આઇટી મંત્રાલયના સચિવ અજય સાહનીએ આ બાબતમાં ટિ્‌વટરના મુખ્ય કાર્યકારી અધિકારી જૈક ડોર્સીને કડક શબ્જાેમાં એક પત્ર લખ્યો છે સાહનીએ કહ્યું કે આ રીતના કોઇ પણ પ્રયાસ ફકત ટિ્‌વટરની પ્રતિષ્ઠાને ઓછી કરે છે એટલું જ નહીં પરંતુ આ એક માધ્યમ હોવાના નાતે ટિ્‌વટરની નિષ્પક્ષતાને પણ શંકાસ્પદ બનાવે છે.

મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું કે સાહનીએ ભારતના ખોટા માનચિત્ર બતાવવાને લઇ સરકારની નારાજગી વ્યકત કરતા ટિ્‌વટર સીઇઓને કડક શબ્દોમાં પત્ર લખ્યો છે.એ યાદ રહે કે ટિ્‌વટરે લેહની ભૌગોલિક સ્થિતિ બતાવતા તેને પીપલ્સ રિપબ્લિકન ઓફ ચાઇનાના જમ્મુ કાશ્મીરનો હિસ્સો બતાવી દીધો હતો.

સાહનીએ પોતાના પત્રમાં ટિ્‌વટરને યાદ અપાવ્યું છે કે લેહ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખનું મુખ્ય મથક છે પત્રમાં કહેવામાં આવ્યું છે કે લદ્દાખ અને જમ્મુ કાશ્મીર બંન્ને ભારતના અભિન્ન અને અવિભાજય અંગ છે તથા ભારતના બંધારણથી પ્રશાસિત છે.
સરકારે ટિ્‌વટરને ભારતીય નાગરિકોની સંવેદનશીલતાનું સમ્માન કરવા કહ્યું છે સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ભારતની સંપ્રભુતા અને અખંડતાનું અસમ્માન કરવાનો ટિ્‌વટરના કોઇ પણ પ્રયાસ પુરી રીતે ગેરકાનુની અને અસ્વીકાર્ય છે
જયારે આ વિવાદ પર ટિ્‌વટરના પ્રવકતાએ કહ્યું કે ટિ્‌વટર ભારત સરકારની સાથે કામ કરવા માટે પ્રતિબધ્ધ છે અમે તેમાં સામેલ સંવેદનાઓનું સમ્માન કરે છે અને અમે પત્રને વિધિવત સ્વીકાર કર્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.